close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સુરત: રૂપિયા માટે યુવાનની હત્યા કરી હાથ-પગ બાંધી કેનાલમાં ફેંક્યો, 3ની ધરપકડ

શહેરમાં સતત હત્યાનો સીલ સિલો યથાવત છે, રવિવારે રાત્રે વધુ એક હત્યા કરાયેલી બોડી મળી આવતાની સાથે સુરત પોલીસ દોડતી થઈ હતી. અમરોલી ભરથાના ગામ નજીક આવેલ કેનાલમાં પ્લાસ્ટિકના કોથળા માંથી બોડી મળી આવી હતી જેના હાથ પગ દોરીથી બાંધેલા હતા. અમરોલી પોલિસે આ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો અને ત્રણ આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.   

Kuldip Barot - | Updated: Jul 22, 2019, 06:24 PM IST
 સુરત: રૂપિયા માટે યુવાનની હત્યા કરી હાથ-પગ બાંધી કેનાલમાં ફેંક્યો, 3ની ધરપકડ

ચેતન પટેલ/સુરત: શહેરમાં સતત હત્યાનો સીલ સિલો યથાવત છે, રવિવારે રાત્રે વધુ એક હત્યા કરાયેલી બોડી મળી આવતાની સાથે સુરત પોલીસ દોડતી થઈ હતી. અમરોલી ભરથાના ગામ નજીક આવેલ કેનાલમાં પ્લાસ્ટિકના કોથળા માંથી બોડી મળી આવી હતી જેના હાથ પગ દોરીથી બાંધેલા હતા. અમરોલી પોલિસે આ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો અને ત્રણ આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. 

સુરતના અમરોલી વિસ્તારના છેવાડે આવેલ ભથાણા ગામ નજીક આવેલ કેનાલમાં કોઈ પોટલમાં કોઈની બોડીના મેસેજ કંટ્રોલમાં મળતાની સાથે પોલીસ દોડતી થઈ હતી. અને તાત્કાલિક અમરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ કરી ત્યારે પલાસ્ટિકના થેલામાં એક 32 વર્ષ યુવકની બોડી હતી. બાદમાં પોલીસે બોડી થેલામાંથી બહાર કાઠીને જોતા પોલીસ પણ થોડીવાર માટે ચોકી ગઈ હતી. કારણ કે, જે બોડી હતી તેના હાથ અને પગ દોરીથી બાંધેલા હતા. અને મોટી સંખ્યામાં શરીર પર ઇજાના નોશાનો મળી આવ્યા હતા. ઇજાના નિશાનો મળતા પોલીસે થયું કે, હત્યા તો કન્ફોમ છે જેથી અલગ અલગ ટિમો બનવી તપાસ શરૂ કરી હતી.

અમદાવાના ખેડૂતો માટે સારા સમાચાર, ફતેવાડી કેનાલમાં ખેતી માટે છોડાયું પાણી

પોલીસે તપાસ કરતા આ યુવકના ખિસ્સામાંથી એક ઓળખ કાર્ડ પણ મળી આવ્યું જેમાં તેનું નામ પરેશ બાબુભાઈ પટેલ હતું. જેના આધારે પોલીસે આખો ગુનો ઉકેલી નાખ્યો જો પોલીસને કોઈ ઓળખના મળી હોત તો હજુ પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચી ના હોત. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, જે રીતે બોડી પર ઇર્જાના નિશાનો જોવા મળ્યા અનવ હાથ પગ બાંધેલા છે તેના પરથી ચોક્ટ્સ કોઈ વ્યક્તિઓએ આ પરેશભાઈનું અપહરહણ કરી માર મારવામાં આવ્યો છે જ્યા તેનું મોત થતા બોડીને છુપાવવા માટે આરોપીઓએ બોડી કેનાલમાં નાખી દીધી લાગે છે. 

અમરોલી પોલીસે પરિવારના નિવેદનો લેતા જાણવા મળ્યું હતું કે, કેટલાક લોકો પરેશ પર ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જેથી પરેશ પરેશાન પણ હતો જેથી પોલીસે તે દિશામાં તપાસ કરતા એક એવી કદી મળી કે જ્યારે વરાછા ખાતે છેલલ્લો પરેશ દેખાયો હતો. બાદમાં અમરોલી પોલીસે એક પછી એક એમ કરી કુલ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

મેઘરાજાને રીઝવવા બનાસ ડેરીએ કર્યો પર્જન્ય યજ્ઞ, 21 લાખ છોડ વાવેતરનો કર્યો સંકલ્પ

આરોપીઓ પકડાતા આખી હકીકતો એક પછી એક બહાર આવવા લાગી હતી કારણ કે, જે વ્યક્તિ સૌ પહેલા પરેશને લઈ ગયો હતો તે રવિની ધરપકડ કરી લીધી હતી. જેની પુછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે, રવિને કેટલાક રૂપિયા લેવાના હતા. જેથી પરેશને રવિ તેના મિત્રનીં ઓફિસ ખાતે લઈ ગયો જ્યા બીજા લેણદારોને પણ ફોન કરી રવિ બોલવાય હતા. 

જુઓ LIVE TV:

જેથી કેટલાક લેણદારો પહોંચી ગયા હતા અને જ્યાં ઓફિસ માલિકેના કહેતા જગદીશ પોતાના ખાતા પર લઈ ગયો જ્યાં રવિ જગદીશ અને વિપુલ દ્વારા પરેશને માર માર્યો ત્યાંજ પરેશનું મોત થયું જેથી ત્રણે મળી બોડીનો નિકાલ કરવા માટે પ્લાસ્ટિકના કોથળામાં હાથ પગ બાંધીને કેનાલમાં નાખી દીધી હતી. જે ત્રણે આરોપીઓ એમરોડરી જોબ વર્ક કરાવતા હતા. જેના રૂપિયા લેવાના હતા જેથી રૂપિયા લેવાના હતા.