નિલેશ જોશી, વાપી: પરિશ્રમ એ જ પારસમણિ આ કહેવત વાપી જીઆઇડીસીમાં એક કંપની ચલાવતા સંચાલકે સાર્થક કરી છે. વર્ષો પહેલા યુવકે રોજના એક રૂપિયાનો પગાર વધારો માંગતા શેઠે પગાર નહીં વધારી આપતા અંતે તેઓએ નોકરી છોડી પોતાના રીતે જ સવતંત્ર વ્યવસાય શરૂ કર્યો અને આજે 1000 યુવકોને રોજગારી આપી રહ્યા છે. ત્યારે સફળતાના શિખરે બિરાજતા વાપીના ચંપકલાલ પટેલ આજે યુવાઓ માટે પ્રેરણા રૂપ સાબિત થઈ રહ્યા છે. ખાસ જાણો તેમના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિર, મેક ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત...રાષ્ટ્રપતિના અભિભાષણની મહત્વની વાતો


વલસાડ જિલ્લાની વાપી જીઆઇડીસીમાં એન્જિનિયરિંગની કંપની ચલાવતા આ છે ચંપકલાલ મગનલાલ પટેલ. ચંપક ભાઈની કંપનીમાં વર્લ્ડ ક્લાસ ઓવર હેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન બનાવે છે.અને અત્યારે પોતાની કંપનીમાં 1000 થી વધુ યુવકોને રોજગારી પણ પૂરી પાડે છે. ત્યારે ચંપકભાઈ પટેલે વર્ષો પહેલા માત્ર 15 પૈસા (દૈનિક)ના પગારથી કંપનીમાં નોકરીએ લાગ્યા હતા. ત્યારબાદ શેઠ પાસે એક રૂપિયાનો દૈનિક પગાર વધારો માંગતા શેઠે નહીં સ્વીકારતા આખરે તેઓએ પોતાની સ્વતંત્ર રીતે કામ શરૂ કર્યું .અને આજે સફળતાના આ શિખરે પહોંચ્યા છે. 


આ રાજ્યના મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધ, કોર્ટે શું કહ્યું તે ખાસ જાણો


ચંપકલાલ પટેલની કંપની અત્યારે દુનિયાના 10 દેશોમાં ઓવરહેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન સપ્લાય કરે છે. અને વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. જોકે તેમને સફળતાના આ શિખર સુધી પહોંચવા અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. વર્ષ 1955માં વલસાડના પારડીના બરાઈ ગામમાં એક ગરીબ પરિવારને ત્યાં ચંપકભાઈ મગનભાઈ પટેલ નો જન્મ થયો હતો. જો કે તેઓ પાંચમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા એ વખતે પિતાની તબિયત નાદૂરસ્ત થતા પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા ચંપક પર પરિવારના ભરણપોષણની જવાબદારી આવી. ત્યારબાદ તેઓ દૈનિક માત્ર 15 પૈસા (દૈનિક)ના પગારે નોકરી પર લાગ્યા હતા. અને 15 પૈસાથી તેઓ 400 રૂપિયા (માસિક) ના પગાર સુધી પહોંચ્યા હતા.   


H1B વિઝા ધારકો માટે ખુશખબર, હવે અમેરિકા છોડ્યા વગર જ રિન્યૂ થઈ શકશે વિઝા


જોકે ત્યારબાદ 400 રૂપિયામાં પરિવારનું ભરણપોષણ નહીં થતા આખરે તેઓએ શેઠ પાસે દૈનિક રૂપિયા એક રૂપિયાના પગાર વધારાની માંગ કરી હતી. જો કે શેઠે પગાર વધારવા અસમર્થતા દર્શાવતા તેઓએ નોકરી છોડી અને પોતાની રીતે જ વ્યવસાય શરૂ કર્યો હતો. વર્ષ 1978 માં તેઓએ એ કંપનીના શેડ બનાવવાનું કામ રાખ્યું તેમાંથી મળેલા રૂપિયા લઈ તેમને ફેબ્રિકેશન ના સાધનો લઈ અને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. અને ઇન્ડસ્ટ્રીયલ ઓવરહેડ ક્રેન બનાવવાની શરૂઆત કરી. 


એક રાશિમાં બે શક્તિશાળી ગ્રહોનું થશે મિલન, 15 વર્ષ પછી જોરમાં આવશે આ લોકોનું ભાગ્ય


પરિશ્રમને જ પરમેશ્વર બનાવી ચંપકલાલ એ તનતોડ મહેનત કરતા આખરે તેમને સફળતા મળી. અને ધીમે ધીમે વાપી અને પુનાની કંપનીઓમાં તેમને કામ મળવાની શરૂઆત થઈ. ત્યારબાદ નસીબે સાથ આપતા તેઓ આજે વાપીમાં મોટી એન્જિનિયરિંગ કંપની ચલાવે છે જેમાં ઇન્ડસ્ટ્રીયલ ઓવરહેડ ક્રેન બનાવે છે. અને અત્યારે તેઓ 1,000 થી વધુ યુવકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે .અને 10 થી વધુ દેશોમાં તેઓ ક્રેન સપ્લાય કરે છે.આમ સફળતાના આ શિખર સુધી પહોંચવા તેઓએ અનેક મુશ્કેલીઓ અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.


સાપુતારા, આબુ, મનાલી છોડો..ગુજરાતનું આ હિલ સ્ટેશન ભલભલાને ટક્કર મારે તેવું છે


એ કહેવત છે પરિશ્રમ એ જ પારસમણી અને પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આથી આપે પણ જો સફળતાના શિખરો સુધી પહોંચવું હોય તો.. પરિશ્રમને જ પારસમણી સમજી પોતાના ધ્યેય સુધી પહોંચવા તનતોડ મહેનત કરવી જરૂરી છે.અને પરિણામે ધ્યેય સુધી પહોંચવા કરેલી મહેનતના અંતે સફળતા પણ મળે છે. આજે ચંપકલાલ હજારો યુવાઓ માટે પ્રેરણા રૂપ અને ઉદાહરણ રૂપ સાબિત થઈ રહ્યા છે. જેમને સુન્ય માંથી સર્જન કર્યું આજે તેઓ સફળતા ના આ શિખરે પહોંચ્યા છે.