રામ મંદિર, મેક ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત...રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણની મહત્વની વાતો

સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણની સાથે આજે બજેટ સત્રની શરૂઆત થઈ છે. આ દરમિયાન તેમણે યુપીઆઈ અને ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિથી લઈને મહિલાઓની ભાગીદારી, પરીક્ષામાં ગડબડી, જેવા મુદ્દાઓ ઉઠાવ્યા.

રામ મંદિર, મેક ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત...રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણની મહત્વની વાતો

સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણની સાથે આજે બજેટ સત્રની શરૂઆત થઈ છે. આ દરમિયાન તેમણે યુપીઆઈ અને ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિથી લઈને મહિલાઓની ભાગીદારી, પરીક્ષામાં ગડબડી, જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. આ અગાઉ પીએમ મોદીએ 'રામ રામ' કહીને દેશને સંબોધન કર્યું હતું અને બબાલ કરનારા સાંસદોને સારું પ્રદર્શન કરવાની અપીલ કરી હતી. 

રાષ્ટ્રપતિએ બજેટ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કર્યુ. તેમણે નવા સંસદ ભવનમાં પહેલું સંબોધન કરતા  કહ્યું કે અહીં એક ભારત, શ્રેષ્ઠ ભારતની મહેક છે. તેમણે કહ્યું કે દુનિયાભરમાં ગંભીર સંકટો વચ્ચે ભારત સૌથી ઝડપથી વિક્સિત  થઈ રહેલી અર્થવ્યવસ્થા છે. તેમણે કહ્યું કે ભારતને પહેલા પાંચ નબળી અર્થવ્યવસ્થાઓમાં સામેલ કરવામાં આવતું હતું જે હવે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. 

25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર નીકળ્યા
રાષ્ટ્રપતિ મુર્મૂએ ગરીબી ખતમ કરવાના મોરચે હાલની મોદી સરકાર તરફ કરાયેલા કામોના વખાણ કર્યા. તેમણે કહ્યું કે આપણા બધા બાળપણથી ગરીબી હટાવોના નારા સાંભળતા આવ્યા છી પરંતુ હવે આપણે મોટા પાયે ગરીબીને દૂર થતી જોઈ રહ્યા છીએ. નીતિ આયોગ મુજબ મારી સરકારના એક દાયકાના કાર્યકાળમાં લગભગ 25 કરોડ દેશવાસી ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. 

પહેલી અમૃત ભારત ટ્રેનનો ઉલ્લેખ
ભારતની ઈકોનોમી વિશે રાષ્ટ્રપતિએ કહ્યું કે ગત વર્ષ ભારત માટે ઐતિહાસિક ઉપલબ્ધિઓથી ભરેલું રહ્યું છે. ભારત સૌથી ઝડપથી વિક્સિત થતી મોટી અર્થવ્યવસ્થા બન્યું. સતત બે ત્રિમાસિકથી ભારતનો વિકાસ દર 7.5 ટકાથી વધુ રહ્યો છે. આ સાથે જ તેમણે ફાસ્ટ ટ્રેનો અને ભારતના સૌથી લાંબા સમુદ્રી પુલ નિર્માણ ઉપર વાત કરી. તેમણે કહ્યું કે ભારતને પોતાનો પહેલો મોટો સમુદ્રી પુલ અટલ સેતુ મળ્યો. ભારતને પોતાની પહેલી નમો ભારત ટ્રેન અને પહેલી અમૃત ભારત ટ્રેન મળી. ભારતની એરલાઈન કંપનીએ દુનિયાની સૌથી મોટી એરક્રાફ્ટ ડીલ કરી. 

UPI લેવડદેવડની વિગતો
રાષ્ટ્રપતિએ UPI દ્વારા ભારતમાં વધેલી લેવડદેવડ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે આજે દુનિયાના કુલ રિયલ ટાઈમ ડિજિટલ લેવડદેવડના 46 ટકા ભારતમાં થાય છે. ગત મહિને યુપીઆઈથી રેકોર્ડ 1200 કરોડ  ટ્રાન્ઝેક્શન થયા. જે હેઠળ 18 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ લેવડદેવડ થઈ છે. ખાસ વાત એ છેકે હાલમાં જ ભારત આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને પીએમ મોદીએ પણ યુપીઆઈ પર ચર્ચા કરી હતી. 

કોરોના અને મોંઘવારી
તેમણે કહ્યું કે ગત વર્ષોમાં વિશ્વએ બે મોટા યુદ્ધ જોયા અને કોરોના જેવી મહામારીનો સામનો કર્યો. આવા વૈશ્વિક સંકટો છતાં મારી સરકારે દેશની મોંઘવારીને કાબૂમાં રાખી, સામાન્ય ભારતીયોનો બોજો વધવા દીધો નહીં. વર્ષ 2020માં ભારતમાં કોરોનાવાયરસ મહામારીનો ગ્રાફ વધવાનો શરૂ થયો હતો. 

ખેડૂતો અને મહિલાઓ
રાષ્ટ્રપતિએ મહિલાઓ અને ખેડૂતો માટે સરકારના કામોને વખાણ્યા. તેમણે કહ્યું કે વિક્સિત ભારતની ભવ્ય ઈમારત ચાર મજબૂત સ્તંભો પર ઊભી હશે- યુવા શક્તિ, મહિલા શક્તિ, ખેડૂતો અને ગરીબ. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોને સસ્તું ખાતર ઉપલબ્ધ કરાવી રહી છે. તેમણે કહ્યું કે સરકારે પ્રત્યેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી છે. આ સાથે  કહ્યું કે સરકાર એ વિસ્તારો સુધી પહોંચી રહી છે જે દાયકાઓથી પછાત હતા. 

પરીક્ષામાં ગડબડી રોકવા કાયદો અને રામ મંદિર
રાષ્ટ્રપતિએ કહ્યું કે મારી સરકાર પરીક્ષાઓમાં થનારી ગડબડીને લઈને યુવાઓની ચિંતાઓથી માહિતગાર છે, આ દિશામાં કડકાઈ લાવવા માટે નવો કાયદો બનાવવાનો નિર્ણય લેવાયો છે. અયોધ્યા રામ મંદિર નિર્માણને લઈને તેમણે કહ્યું કે રામ મંદિરના નિર્માણની આકાંક્ષા સદીઓથી હતી અને આજે તે સાચી ઠરી છે. 

મેક ઈન ઈન્ડિયા
રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત આપણી તાકાત બની ગયા છે. તેમણે રક્ષા ઉત્પાદનના એક લાખ કરોડ રૂપિયા પાર જવાની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ગત વર્ષ ઉપલબ્ધિઓ ભરેલું હતું. અનેક સફળતાઓ મળી. ભારત ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા  બન્યું. ભારત ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર પહોંચનારો  પહેલો દેશ બન્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news