હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: આ રાજ્યના મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધ, કોર્ટે કહ્યું- 'ધાર્મિક સ્થળ પિકનિક સ્પોટ નથી'

મદ્રાસ હાઈકોર્ટે મંદિરોમાં પ્રવેશ અંગે એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમિલનાડુ સરકારના હિન્દુ ધર્મ અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગને તમામ હિન્દુ મંદિરોમાં બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે. જેમાં એ લખ્યું હોય કે Non Hindus (હિન્દુ સિવાયના) બિન હિન્દુઓને મંદિરોમાં  કોડિમારમ (ધ્વજસ્તંભ) વિસ્તારથી આગળ જવાની મંજૂરી નથી.

હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: આ રાજ્યના મંદિરોમાં બિન હિન્દુઓની એન્ટ્રી પર પ્રતિબંધ, કોર્ટે કહ્યું- 'ધાર્મિક સ્થળ પિકનિક સ્પોટ નથી'

મદ્રાસ હાઈકોર્ટે મંદિરોમાં પ્રવેશ અંગે એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે તમિલનાડુ સરકારના હિન્દુ ધર્મ અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગને તમામ હિન્દુ મંદિરોમાં બોર્ડ લગાવવાનો આદેશ આપ્યો છે. જેમાં એ લખ્યું હોય કે Non Hindus (હિન્દુ સિવાયના) બિન હિન્દુઓને મંદિરોમાં  કોડિમારમ (ધ્વજસ્તંભ) વિસ્તારથી આગળ જવાની મંજૂરી નથી. કોરિડમારમ મુખ્ય પ્રવેશ દ્વારના તરત પછી અને ગર્ભગૃહથી બહુ પહેલા આવે છે. હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે પોતાનો આદેશ  બહાર પાડતા એ પણ કહ્યું કે હિન્દુઓને પણ પોતાના ધર્મને માનવા અને તેનું પાલન કરવાનો અધિકાર છે. 

હાઈકોર્ટે કહ્યું કે મંદિર એક પર્યટનસ્થળ કે પિકનિક સ્થળ નથી. બિન હિન્દુઓ મંદિરોમાં પ્રવેશ કરી શકે નહીં. જો બિન હિન્દુઓ મંદિરોમાં પ્રવેશ કરે તો તેમણે અંડરટેકિંગ આપવી પડશે કે તેઓ દેવી દેવતાઓમાં વિશ્વાસ ધરાવે છે અને હિન્દુ ધર્મની પરંપરાઓનું પાલન કરવા માટે તૈયાર છે. 

હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ બિન હિન્દુ કોઈ મંદિરમાં જાય તો અધિકારી તે વ્યક્તિ પાસેથી એક શપથપત્ર લેશે. જેમાં લખી લેવામાં આવશે કે તેમને દેવતામાં વિશ્વાસ છે અને તેઓ હિન્દુ ધર્મના રીતિ રિવાજો અને પ્રથાઓનું પાલન કરશે. મંદિરના રીતિ રિવાજોનું પણ પાલન કરશે. 

રજિસ્ટર બનાવવાનો આદેશ
મદ્રાસ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ શ્રીમતીએ ચુકાદો આપ્યો કે આ પ્રકારના ઉપક્રમોને મંદિરના અધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલા રજિસ્ટરમાં નોંધવામાં આવશે. આ આદેશ ડિંડીગુલ જિલ્લાના પલાનીમાં ધંડાયુધાપાની સ્વામી મંદિરમાં ફક્ત હિન્દુઓને પ્રવેશવાની મંજૂર આપવા માટે ડી સેન્થિલકુમારે દાખલ કરેલી એક રિટ અરજી પર આવ્યો છે. 

આ ઘટના બાદ દાખલ થઈ રિટ
મંદિરના તલહટીમાં એક દુકાન ચલાવતા અરજીકર્તાએ કહ્યું કે કેટલાક બિન હિન્દુઓએ મંદિરમાં જબરદસ્તીથી પ્રવેશ કરવાની કોશિશ કરી. તેઓ અહીં પિકનિક મનાવવા માટે આવ્યા હતા. અધિકારીઓ સાથે દલીલ દરમિાયન તેમણે કહ્યું કે આ એક પર્યટન સ્થળ છે અને અહીં ક્યાંય પણ લખાયું નથી કે બિન હિન્દુઓને મંજૂરી નથી. 

તમિલનાડુના તમામ મંદિરોમાં લાગૂ થાય વ્યવસ્થા
માત્ર પલાની મંદિર મુદ્દે જ આદેશને પ્રતિબંધિત કરવાની તમિલનાડુ સરકારની ભલામણને ફગાવતા ન્યાયાધીશે કહ્યું કે આ એક મોટું પગલું ભરાયું હોવાના કારણે આ આદેશને રાજ્યના તમામ મંદિરો પર લાગૂ કરાશે. ન્યાયમૂર્તિ શ્રીમતિએ કહ્યું કે, આ પ્રતિબંધ વિવિધ ધર્મોના અનુયાયીઓ વચ્ચે સાંપ્રદાયિક સદભાવ સુનિશ્ચિત કરશે અને સમાજમાં શાંતિ સુનિશ્ચિત કરશે. 

સરકારે પક્ષ રજૂ કર્યો તો હાઈકોર્ટે ફગાવ્યો
સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકાર તરફથી કહેવાયું કે ભગવાન મુરુગનની પૂજા બિન હિન્દુઓ પણ કરે છે. તેઓ પણ મંદિરના રીતિ રિવાજોનું પાલન કરે છે. એક ધર્મનિરપેક્ષ રાજ્ય હોવાના નાતે બંધારણ હેઠળ નાગરિકોના અધિકારોને સુનિશ્ચિત કરવા એ સરકારની સાથે સાથે મંદિર પ્રશાસનનું પણ કર્તવ્ય છે. સરકારે તર્ક આપ્યો કે ભગવાનમાં વિશ્વાસ ધરાવતા બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાથી તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચશે અને તેમના અધિકારોથી વિપરિત પણ હશે. 

મંદિરોમાં નોનવેજ ઘટનાનો ઉલ્લેખ
આ તર્કને ફગાવતા કોર્ટે કહ્યું કે અધિકારીઓ બિન હિન્દુઓની ભાવનાઓ વિશે ચિંતિત છે, જે હિન્દુ ધર્મમાં વિશ્વાસ ધરાવતા નથી પરંતુ હિન્દુઓની ભાવનાનું શું? ન્યાયાધીશે બિન હિન્દુઓના એક સમૂહ દ્વારા તંજાવુરમાં બૃહદીશ્વર મંદિરને પિકનિક સ્થળ તરીકે સ્વીકારી અને તેના પરિસરમાં માંસાહારી ભોજન કરવાના રિપોર્ટ્સનો પણ ઉલ્લેખ કર્યો. 

મીનાક્ષી સુંદરેશ્વર મંદિરની પણ ચર્ચા
જસ્ટિસે એક અખબારના રિપોર્ટનો હવાલો આપ્યો જેમાં કહેવાયું હતું કે બીજા ધર્મના લોકોનો એક સમૂહ પોતાના ગ્રંથ સાથે મદુરાઈમાં મીનાક્ષી સુંદરેશ્વર મંદિરમાં પ્રવેશ કર્યો, ગર્ભગૃહ પાસે ગયા અને પૂજા કરવાની કોશિશ કરી. ન્યાયમૂર્તિ શ્રીમતીએ કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ બંધારણ હેઠળ હિન્દુઓને અપાયેલા મૌલિક અધિકારોમાં પૂર્ણ હસ્તક્ષેપ સમાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news