મૌલિક ધામેચા/અમદાવાદ : સોલા હાઈકોર્ટ વિસ્તારમાં આવેલ હેબતપુર ફાટક પાસે ઝૂંપડામાંથી ગુમ થયેલી 10 વર્ષની દીકરીને શોધવા આકાશ પાતાળ એક કર્યું છે. કમનસીબે બાળકી ઓછુ બોલે છે અને તેનો માનસિક વિકાસ પણ ઓછો થયો હોવાથી તે ને શોધવી પોલીસ માટે ચેલેન્જ સાબિત થઈ છે. જો કે સોલા પોલીસે બાળકીને શોધવામાં કોઈ કસર રાખ્યા વગર ડ્રોન કેમેરાની મદદથી દીકરીને શોધવા માટે કવાયત શરૂ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓઈલચોરી કેસના માસ્ટર માઈન્ડને ATS એ ઝડપ્યો, દેશનાં અનેક રાજ્યોમાંથી કરતો હતો ઓઇલની ચોરી


બાળક ભલે અમીર કે ગરીબનું હોય પણ દરેકના માતા પિતાને વ્હાલું  જ હોય છે. પણ સોલા પોલીસની ટીમે માનવતા અને પોતાની અંગત સંવેદના વ્યક્ત કરતા 70 જેટલા પોલીસ કર્મચારીઓ ડ્રોન કેમેરા સાથે સોલા આસપાસનાં વિસ્તારમાં બાવળ અને મેદાનો જેવી દરેક જગ્યાઓ તપાસ કરી અને ડ્રોન મદદ થી બાળકીને શોધવા માટે સાત થી આઠ કીલો મીટરના વિસ્તારમાં સર્ચ કર્યું હતું. 


ભાજપ લખેલી ગાડીને પોલીસે ઉભી રખાવવા હાથ ઉંચો કર્યો પણ ગાડી સીધી પોલીસ પર ચડાવી દિધી


જોકે હજુ સુધી બાળકીનો કોઈ પત્તો નહી મળતા 5000 જેટલા પોસ્ટર શહેરભરમાં લગાવવાનું  શરુ કર્યું છે. આ તમામ પોસ્ટરો રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને અમદાવાદ અનેક જાહેર જગ્યા પર લગાવાશે. જેથી કરી બાળકી શોધવામાં શેહરીજનોની પણ મદદ મળી શકે. જો આપ પણ આ સ્ટોરી વાંચી રહ્યા છો અને બાળકી અંગે કોઇપણ ભાળ મળે છે તો સોલા હાઇકોટ પોલીસ સ્ટેશનનાં ૦૭૯ ૨૭૬૬૪૫૯૦ પર સંપર્ક કરી જાણ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube