દિવ્યેશ જોશી/રાજકોટ: શહેરમાં આવેલ ઋષિવાટીકા સોસાયટીમાં રહેતી હેતલ ભોજાણી નામની યુવતીએ ગઈકાલે રાત્રિના આપઘાત કરી લીધો હતો. આ યુવતીએ શનિવારે રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે આવેલ મુખ્ય માર્ગ પર અગ્નિ સ્નાન કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારના પૂર્વમંત્રીએ સરકારી બાબુઓ સામે ચઢાવી બાયો, અધિકારીઓ સામે કર્યા આક્ષેપ 


મૃતક હેતલ ભોજાણી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી માસ્ટર ડિગ્રી કરી રહી હતી. ત્યારે માસ્ટર ડિગ્રી માટેનું જરૂરી સર્ટિફિકેટ આવવામાં મોડું થતા આઇ યુવતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રીતે ચર્ચા રહ્યું છે. જ્યારે મૃતક યુવતી હેતલ ભોજાણીના પિતા નિવૃત્ત મામલતદાર છે. 


હસમુખ પટેલે કહ્યું; હેમખેમ પૂરી થઈ તલાટીની પરીક્ષા, તમામનો આભાર...હવે જૂનમાં પરિણામ


આ યુવતીએ શનિવારે મોડી રાત્રીના 03:00 વાગ્યે ઘર પાસે આવે મુખ્ય માર્ગ પાસે અગ્નિસ્નાન કર્યું ત્યારે તેના પાડોશમાં રહેતા દીપકભાઈ રાત્રિના ત્રણ વાગ્યે ગેટ બંધ કરવા માટે બહાર નીકળ્યા ત્યારે તેમણે મૃતક હેતલ અગ્નિ સ્નાન કરી મુખ્ય માર્ગ પર વલખા મારી રહી હતી. જેથી દીપકભાઈ એ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.


આ ગામડામાં પૂર જેવી સ્થિતિ! એક કલાકમાં 4થી 5 ઇંચ વરસાદ, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો..


અગ્નિસનાન કરેલ યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનો મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા વૃદ્ધિને સિવિલ હોસ્પિટલને પીએમ ખાતે મોકલી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.