Talati exam 2023: હસમુખ પટેલે કહ્યું; હેમખેમ પૂરી થઈ તલાટીની પરીક્ષા, તમામનો આભાર...હવે જૂનમાં પરિણામ

હસમુખ પટેલે તલાટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી પુરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં તલાટીની પરીક્ષા હોવાથી પરીક્ષા કેન્દ્ર પર તંત્ર અને પોલીસે વ્યવસ્થા પૂરી પાડી છે.

Talati exam 2023: હસમુખ પટેલે કહ્યું; હેમખેમ પૂરી થઈ તલાટીની પરીક્ષા, તમામનો આભાર...હવે જૂનમાં પરિણામ

Talati exam 2023: ગુજરાતભરમાં તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં નિર્વિઘ્ને સમાપ્ત થઈ ગઈ છે. વહીવટી તંત્રએ તલાટીની પરીક્ષાને લઈને તડામાર તૈયારીઓ કરી હતી. ત્યારબાદ તલાટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, શાંતિ પૂર્ણ વાતાવરણમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને તેનું પરિણામ જૂન મહિનામાં આપી દેવામાં આવશે.

હસમુખ પટેલે તલાટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી પુરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં તલાટીની પરીક્ષા હોવાથી પરીક્ષા કેન્દ્ર પર તંત્ર અને પોલીસે વ્યવસ્થા પૂરી પાડી છે. સ્વૈચ્છીક સંસ્થાઓએ પણ તલાટીની પરીક્ષામાં સારી કામગીરી કરી છે. આપના ગુજરાતના લોકોએ સારો પ્રતિસાદ આપ્યો અને તલાટીની પરીક્ષાને એક પ્રસંગ બનાવી દિધો.

તેમણે જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થીને તકલીફ ના પડે તેના માટે પોલીસએ પણ બસ અને અન્ય વ્યવસ્થા શરૂ કરી હતી, જેના કારણે બધા જ લોકોએ આનંદ વ્યક્ત કર્યો છે. મીડિયાએ પણ પ્રતિબધ્ધતા દર્શાવી છે. અમે એસટી વિભાગ અને રેલવેનો પણ આભાર માનીએ છીએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમુક જગ્યાએ ટ્રાફિકના પ્રશ્નો સામે આવ્યા હતા પણ પોલીસ પહોંચીને નિરાકરણ લાવ્યા.

હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તલાટીની પરીક્ષામાં રેલવે વિભાગે પણ સારી કામગીરી બજાવી છે. રેલવેએ પણ તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે 9 ટ્રેન મૂકી હતી. સરકારમાંથી બધા જ વિભાગનો સહકાર અમને મળ્યો છે. આખી પરીક્ષાની સુરક્ષા જાળવવા માટે જિલ્લા તંત્રની સારી કામગીરી કરી છે હું તેમનો પણ આભાર માનું છે. ગૃહ વિભાગ અને DGPએ પણ અમને બધી વ્યવસ્થા ઉભી કરી આપી હતી. એટલું જ નહીં, મહેસુલ વિભાગમાંથી પણ મદદ મળી છે. અમારા બોર્ડના સભ્યો હાજર છે. અમારે મતભેદ રહ્યો નથી. 

તેમણે જણાવ્યું કે, સચિવ અને એમની આખી ટીમે તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવામાં સારી મહેનત કરી છે. સૌનો હું ખૂબ ખૂબ આભાર માનુ છું. તમામ કલેકટર અને જીલ્લા તંત્રના અધિકારીઓનો પણ આભાર માનું છું. આ વખતે તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે એક નવી બાબત હતી, તે સહમતી પત્રની હતી. પરંતુ અમે આ વ્યવસ્થા પહેલી વાર કરી છે. જેના કારણે આપને સારા કેન્દ્રો મેળવી શક્યા. હસમુખ પટેલે જણાવ્યું હતું કે, આજે દરેક ગામમાં તલાટીમાં સીધી જરૂર છે જેના કારણે અમે વહેલા પરીક્ષા લીધી છે. 

હસમુખ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારને ફરીયાદ છે કે કાંડા ઘડિયાળ નથી લઇ જવા દેતાતો, પરંતુ અમે તેનો પણ ઉકેલ લાવ્યા હતા. ડમી ઉમેદવારનો ખતરો જે હતો તેને લઈને સીસીટીવીમાં ઓળખ કરાવે. 85 ટકા લોકોએ તલાટીની પરીક્ષા આપી છે, પરંતુ હજું ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. મહીસાગર જિલ્લામાં બનેલ બનાવ અંગે તેમણે કહ્યું કે  કોઈ કારણસર OMR સીટમાં નંબરમાં ફેરફાર હોય ત્યારે રિપોર્ટ સાથે પરીક્ષા કેન્દ્ર દ્વારા મોકલવામાં આવતી હોય છે.  જેને આધારે રિઝલ્ટ બનાવવામાં આવે છે.  અનેક પરીક્ષાઓમાં આ બાબતો ક્યારેક બનતી હોય છે. અમે પ્રશ્ન પત્રની સુરક્ષાનું પણ ધ્યાન રાખ્યું છે. તેના માટે રિહર્સલ પણ કર્યું હતું. જેના કારણે સારી સફળતા મળી શકી છે. તેમ છતાં કોઈ પણ જગ્યાએ જો પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ હશે તો ગુનો દાખલ કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news