ગુજરાત સરકારના પૂર્વમંત્રીએ સરકારી બાબુઓ સામે ચઢાવી બાયો, અધિકારીઓ સામે કર્યા ગંભીર આક્ષેપ

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ લોકો ભારે હેરાન પરેશાન થતા હોય છે. શહેરના રોડ જાહેર પર વેચાણ કરતા વિક્રેતા હોય કે ગેરકાયદેસર ઉભી કરવામાં આવેલ  દુકાનોના કારણે ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા હોય છે.

ગુજરાત સરકારના પૂર્વમંત્રીએ સરકારી બાબુઓ સામે ચઢાવી બાયો, અધિકારીઓ સામે કર્યા ગંભીર આક્ષેપ

પ્રશાંત ઢીવરે/સુરત: લોકો માટે હંમેશા લડી લેનારા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી લોકો માટે મેદાને આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની ધારાસભ્યો સાથે મળેલી સંકલન બેઠકમાં શહેરમાં ગેરકાયદે દબાણો મુદ્દે પસ્તાળ પડી હતી. શહેરમાં ગેરકાયદેસર દબાણથી પરેશાન લોકોને રાહત આપવા દબાણ દૂર કરવા રજૂઆત કરી હતી. ગેરકાયદેસર દબાણ અંગે અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાનું કુમાર કાનાણીએ સંકલનમાં કમિશનરનું ધ્યાન દોર્યું હતું. 

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ લોકો ભારે હેરાન પરેશાન થતા હોય છે. શહેરના રોડ જાહેર પર વેચાણ કરતા વિક્રેતા હોય કે ગેરકાયદેસર ઉભી કરવામાં આવેલ  દુકાનોના કારણે ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા હોય છે. જેના કારણે કુમાર કાનાણીએ રજૂઆત કરી હતી કે  રોડ પર ગેરકાયદે દબાણનું ભારે ન્યુસન્સ છે, આ અંગે ફરિયાદ કરવામાં આવી તો પાલિકાએ રાત્રિ દરમિયાન લારીઓ જપ્ત કરી અને સવારે છોડી પણ દીધી. 

જો સામાન્ય લોકોની  લારી જપ્ત થાય તો ઝીરો દબાણની વાત કરી પાલિકા લારી છોડતી નથી. પણ અહીથી જપ્ત લારીઓ સવારે છોડી દેવાતા દબાણ કરનારાઓની હિંમત વધી છે અને લોકો માટે ન્યુસન્સ ઉભું કરી રહ્યા છે. ધારાસભ્યો દબાણ દુર કરવા માટેની ફરિયાદ કરે તો કામગીરી યોગ્ય કરવામા આવતી નથી. ધારાસભ્ય કુમાર કાણાની સંકલનમાં કરેલી રજૂઆત બાદ મહાનગરપાલિકાના કમિશનરે યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું. કુમાર કાનાણીની રજૂઆત બાદ મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું હતું ને વરાછા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. 

દરમિયાન રોડ ઉપર કેરીનું વેચાણ કરતી ગેરકાયદેસર દબાણ કરતા વિક્રેતાઓનો માલ સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ પણ ગેરકાયદેસર દબાણ કરતા લોકો પર કાર્યવાહી કરવાને બદલે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. અને કેરી વિક્રેતાઓ નો માલ સામાન જપ્ત કરી કાર્યવાહી કરી હતી. જેને લઇને પણ ધારાસભ્ય કુમાર કાનાણાનીએ મનપાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news