સુરત : હાલમાં સુરતમાં એક ચોંકાવનારો આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં સુરત એરપોર્ટ નજીક સાયલન્ટ ઝોનમાંથી એક ખેડૂત દંપતી બેભાન હાલતમાં મળી આવ્યું હતું. આ મામલે વધારે તપાસ કરતા દંપતિ જયેશભાઈ અને રીટાબહેને ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ વધારે તપાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની વિગતો જોઈએ તો ઓલપાડના કપાસી ગામ ખાતે રહેતા 45 વર્ષીય જયેશ મણીલાલ પટેલ ડાંગરની ખેતી કરીને જીવનનિર્વાહ કરતા હતા. જયેશભાઈની એક નજીકની વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે જયેશભાઈ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા. પત્ની ઘરકામ કરતી હતી. જયેશભાઈ ગામમાં જ ડાંગરની ખેતી કરતા હતા. ડાંગરની ખેતીમાં પાણીની ખૂબ જ જરૂરીયાત રહે છે. જોકે, કપાસી ગામમાં નહેરનું પાણી પહોંચ્યું ન હતું. જેથી ટેન્કર મારફતે પાણી મગાવવું પડતો હતું. તેમનો ડાંગરનો પાક નિષ્ફળ થઈ ગયો હતો. જયેશભાઈએ ખેતી માટે ચાર વખત બોર ખોદાવ્યા પણ એકપણ બોરમાંથી પાણી ન નીકળતા તમામ પૈસાનું પાણી થઈ ગયું હતું. 


ચોંકાવનારી ઘટનાનો સંપૂર્ણ રિપોર્ટ જોવા કરો ક્લિક


ઇરફાન ખાન પછી રણબીર કપૂર પડ્યો બીમાર, થઈ 'આ' બીમારી


જયેશભાઈ અને રીટાબહેન એક દીકરા અને એક દીકરીના માતા-પિતા હતા. તેમના અચાનક મૃત્યુના પગલે સંતાનોની હાલત ડામાડોળ થઈ ગઈ છે. હાલમાં તેમના દીકરાએ 12મા ધોરણની પરીક્ષા આપી છે અને આ સંજોગોમાં જ આર્થિક દબાણના કારણે માતા-પિતાએ આ ઉતાવળીયું પગલું ભરી લેતા પરિવાર વિખાઈ ગયો છે.