શેરબજારના વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું હતું ડોન્ટ ટચ મી, કોલ પોલીસ
સુરતના અલથાણ વિસ્તારમાં આજે કારમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થઈ ગયેલા શેરબજારના વ્યવસાયી એવા સંદીપની લાશ મળી આવી હતી. સંદીપએ ડોન્ટ ટચ મી લખી સુસાઈટ નોટ છોડી હતી. આ ઘટના ને પગલે ખટોદરા પોલીસ દોડતી થઈ હતી.
ચેતન પટેલ, સુરત: સુરતના અલથાણ વિસ્તારમાં આજે કારમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થઈ ગયેલા શેરબજારના વ્યવસાયી એવા સંદીપની લાશ મળી આવી હતી. સંદીપએ ડોન્ટ ટચ મી લખી સુસાઈટ નોટ છોડી હતી. આ ઘટના ને પગલે ખટોદરા પોલીસ દોડતી થઈ હતી.
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પલેક્ષમાં રહેતા સંદીપ દાલમિયા શેરબજારના વ્યવસાય સાથે સંકળાયેલા હતા ત્રણ દિવસ પહેલા સંદીપભાઈ ગુમ થઈ ગયા હતા. જે અંગે પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેમનો ક્યાંય પત્તો ન લાગતા પરિવારજનોએ ખટોદરા પોલીસ મથકમાં તેમની ફરિયાદ નોંધાવી હતી.
થલતેજના ગાર્ડનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલું મોનોલિથને લઈ AMCનો ખુલાસો
આ દરમિયાન આજે વહેલી સવારે અલથાણા સોહમ સર્કલ પાસેથી એક i20 કાર મળી આવી હતી જેમાં સંદીપભાઈ નો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ સાથે એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં ડોન્ટ ટચ મી લખ્યું હતું.
વ્યાજખોરોના ત્રાસથી વેપારી ઘર છોડીને પરિવાર સાથે જતો રહ્યો અજ્ઞાતસ્થળે, 11 લોકો વિરૂદ્ધ ફરિયાદ
આ સાથે સાથે કારમાંથી કાર્બન મોનોક્સાઈડ બે બોટલો પણ મળી આવી હતી. જેથી વેપારીએ કાર્બન મોનોક્સાઈડ લઇ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. ફાયર વિભાગે ફાયર સેફ્ટી સાથે આ કાર ખોલી હતી.જો કે તેમને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે જાણી શકાયું નથી આ બનાવ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube