થલતેજના ગાર્ડનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા મોનોલિથને લઈ AMCનો ખુલાસો

જો કે અત્યાર સુધી સમાચારમાં જ જોવા મળેલા મોનોલિથ થલતેજમાં જોવા મળતા જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકો કુતુહલવશ ભીડ થઇ રહી હતી. 

Updated By: Jan 1, 2021, 10:40 AM IST
થલતેજના ગાર્ડનમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા મોનોલિથને લઈ AMCનો ખુલાસો

આશ્કા જાની, અમદાવાદ: સમગ્ર વિશ્વના 30 દેશનાં વિવિધ શહેરોમાં જોવા મળેલો મોનોલિથ ગુજરાતમાં પણ જોવા મળતા આશ્ચર્ય ફેલાયું હતું. થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની ગાર્ડનમાં આ રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળતાં લોકો ભારે કુતૂહૂલ સર્જાયું હતું. પરંતુ આ અંગે એએમસીએ ખુલાસો કર્યો છે. 

થલતેજના ખાનગી ગાર્ડનમાં મુકવામાં આવેલું મોનોલિથ એ અફવા છે, થલતેજમાં જે સ્ટ્રકચર મૂકવામાં આવ્યું તે પથ્થરનું નથી, પરતું સ્ટીલમાંથી બનાવવામાં આવ્યું છે. સ્ટીલના સ્ટ્રક્ચર પર લેટિટ્યૂટ નંબર લખવામાં આવ્યા છે. આ સ્ટ્રક્ચર ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. જો કે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ એક સ્ટ્રક્ચર છે જે સ્ટીલ ધાતુમાંથી બનાવમાં આવ્યું છે અને ખાનગી બિલ્ડર દ્વારા બનાવી મુકવામાં આવ્યું છે. જેના પર લેટિટ્યુટ નંબર પણ લખવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં જ આ સ્ટ્રક્ચર ગાર્ડનમાંથી હટાવામાં પણ આવશે.

ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું, 9 વર્ષમાં બીજીવાર તૂટ્યો રેકોર્ડ, બુધવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ

જો કે અત્યાર સુધી સમાચારમાં જ જોવા મળેલા મોનોલિથ થલતેજમાં જોવા મળતા જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. લોકો કુતુહલવશ ભીડ થઇ રહી હતી. આ વર્ષે નવેમ્બરમાં અમેરિકાનાં યુટાના રણમાં 12 ફૂટનો પહેલો રહસ્યમય મોનોલિથ જોવા મળ્યો હતો. ત્યાર બાદ અમેરિકાના કેલિફોર્નિયા, યુરોપિયન કન્ટ્રી રોમાનિયા અને અન્ય સ્થળો પર મોનોલિથ જોવા મળ્યા હતા. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 30 દેશોનાં વિવિધ સ્થળો પર આ રહસ્યમય મોનોલિથ જોવા મળ્યા હતા. આ મોનોલિથ સમગ્ર વિશ્વના માધ્યમોમાં ચમક્યાં હતા. સિમ્ફની ગાર્ડનમાં કામ કરનાર માળીએ મીડિયાને જણાવ્યું હતું કે, એક દિવસ સાંજે ઘરે ત્યારે ગાર્ડનમાં કોઇ પણ પ્રકારનું સ્ટ્રક્ચર નહોતુ. જો કે બીજા દિવસે જ્યારે તેઓ કામ કરવા આવ્યા તો આ સ્ટ્રક્ચર હતું. 

PM Modi એ રાજકોટ AIIMSનું કર્યું ઇ-ખાતમૂર્હૂત, આવી હશે સુવિધાઓ

સિમ્ફની ગાર્ડનમાં જોવા મળેલા આ ત્રિકોણાકાર સ્ટિલનાં સ્ટ્રક્ચરનાં મોનોલિથમાં ખાસ પ્રકારનાં નંબરો પણ લખેલા હતા. ગાર્ડનમાં આવતા લોકો તેને કુતુહલથી જોઇ રહ્યા છે. લોકો તેની સાથે તસ્વીરો પડાવવા માટે પડાપડી કરી રહ્યા છે. મોનોલિથ પર એક સિમ્બોલ છે. આ ગાર્ડન પીપીપી ધોરણે ઉભો કરાયો છે. સિમ્ફની કંપની અને અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ ગાર્ડનનું સંચાલન સંયુક્ત ધોરણે કરાઇ રહ્યું છે. જો કે આ મોનોલિથ અંગે ગાર્ડન કે તંત્ર પાસે કોઇ જ માહિતી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube