અતુલ તિવારી/અમદાવાદ: માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. આવતીકાલ (સોમવાર)થી 14 જુલાઈ સુધીમાં જુદા જુદા વિષયોની પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખી રાખજો! ડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે આફતનો વરસાદ, અંબાલાલની ભયાનક આગ


ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમામાં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીની પૂરક પરીક્ષા લેવાશે. આવતીકાલે ધોરણ 10ના વિદ્યાર્થીઓની સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધી બેઝિક ગણિતની પરીક્ષા લેવાશે. બપોરે 3 વાગ્યાથી 6.15 સુધીમાં ગુજરાતી સહિત અન્ય ભાષાઓની પરીક્ષા લેવાશે. 


ઉત્તર ભારતમાં વરસાદનો કહેર, 12 જેટલા લોકોના મોત, દિલ્હીમાં તૂટ્યો 41 વર્ષનો રેકોર્ડ


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સવારે 10.30 થી બપોરે 2 વાગ્યા સુધીમાં ગણિતની પરીક્ષા લેવાશે. જ્યારે બપોરે 3 થી 6.30 દરમિયાન જીવવિજ્ઞાનની પરીક્ષા લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની એકમાત્ર વિષયની પૂરક પરીક્ષા 13 જુલાઈના રોજ લેવાશે. 


સુરત પોલીસની આ કામગીરી માટે તાળીઓનું સન્માન પણ ઓછુ પડશે, રસ્તે ભટકતા માજીને ઘર આપ્યુ


ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ધોરણ 10 માટે 35 બિલ્ડિંગ જ્યારે ધોરણ 12 માટે 17 બિલ્ડિંગ ફાળવાયા છે, જેમાં કુલ 12 હજાર વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.


ગમખ્વાર અકસ્માત: 13 વર્ષના સગીરનો ભોગ લેનાર ડમ્પર ચાલકની અટકાયત, માલિક ફરાર