Surat: 63 વર્ષનો ખેડૂત શોધી રહ્યો છે સાતમી પત્ની, પત્નીની ઉંઘ થઇ હરામ
ખેડૂતે જણાવ્યું કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોકોમાં કોરોના વાયરસનો ભય હતો, તે સમયે અહીં 63 વર્ષના ખેડૂત અય્યૂબ દેગિયાએ છઠ્ઠા લગ્ન કર્યા હતા. ત્યારબાદ ડિસેમ્બરમાં ખેડૂત પોતાની પત્નીથી અગલ થઇ ગયો હતો.
સુરત: સુરત (Surat) નો એક ખેડૂત 7મી વાર લગ્ન કરવા ઉત્સુક છે. તેના માટે તે નવી પત્ની શોધી રહ્યો છે. તેને હદયની બિમારી છે, ડાયાબિટીઝ અને ઘણી બધી બિમારીઓ છે, પરંતુ તેને બિમારીઓની ચિંતા નથી, તેને બસ લગ્નની ચિંતા છે. પરંતુ સૌથી મોટી મુશ્કેલી તેની છઠ્ઠી પત્ની છે જેની રાતની ઉંઘની હરામ થઇ ગઇ છે. તો બીજી તરફ ખેડૂતનું કહેવું છે કે તે તેની સાથે શારીરિક સંબંધ રાખતી નથી. એટલા માટે તે તેને છોડવા માંગે છે અને હવે 7મી વાર લગ્ન કરવાની ફિરાકમાં છે.
PM મોદી સાથે ગુજરાતની 'ખુશી'ની વાત, એક સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની એકમાત્ર ખેલાડી
ખેડૂતે જણાવ્યું કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોકોમાં કોરોના વાયરસનો ભય હતો, તે સમયે અહીં 63 વર્ષના ખેડૂત અય્યૂબ દેગિયાએ છઠ્ઠા લગ્ન કર્યા હતા. ત્યારબાદ ડિસેમ્બરમાં ખેડૂત પોતાની પત્નીથી અગલ થઇ ગયો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના રિપોર્ટ અનુસાર અય્યૂબ દેગિયાનું કહેવું છે કે 'મારે પત્નીની જરૂર છે, મારી છઠ્ઠી પત્ની મારા સાથે સંબંધ રાખવા માંગતી નથી. તેનું માનવું હતું કે મને આટલી બિમારીઓ છે, તો ક્યાંક તેને ન થઇ જાય. મને હદયની બિમારી છે, ડાયાબિટીસ છે અને અન્ય બિમારીઓ પણ છે.
Dhoni ગુજરાતીઓને શિખવાડશે હેલિકોપ્ટર શોટ ફટકારતાં, ક્રિકેટમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક
અય્યૂબ દેગિયાએ જણાવ્યું કે તેની પહેલી પત્ની પણ તે જ ગામમાં રહેતી હતી. તેના પાંચ બાળકો છે, તો બીજી તરફ અય્યૂબ દેગિયાની છઠ્ઠી પત્નીની ઉંમર 42 વર્ષ છે. તે પહેલાં વિધવા હતી. તેમણે અય્યૂબ દેગિયા વિશે જાણવાનો પ્રયત્ન કર્યો તો આશ્વર્ય પામી કે તે તેની છઠ્ઠી પત્ની છે. તેના વિશે અય્યૂબ દેગિયાએ તેને જણાવ્યું ન હતું. ત્યારબાદ તેમણે મહિલા પોલીસ સ્ટેશનમાં અય્યૂબ દેગિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Night Curfew માંથી મળી શકે છે મુક્તિ, માસ્કનો દંડ ઘટાડવાની પણ કરાઇ રજૂઆત
મહિલાનું કહેવું છે કે 'અય્યૂબ દેગિયાએ પાંચથી વધુ મહિલાઓ સાથે લગ્ન કર્યા છે, પરંતુ તેમણે મને અંધારામાં રાખી. કશું જ જણાવ્યું ન હતું. હવે મને છોડ્યા પછી તે કોઇ બીજી મહિલા સાથે રહે છે જ્યારે તેમની પહેલી પત્ની પણ જીવે છે. મને કેટલાક ગ્રામજનોએ જણાવ્યું કે તે થોડા મહિના સુધી મહિલાઓ સાથે સંબંધ રાખે છે પછી તેને છોડી દે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube