Night Curfew માંથી મળી શકે છે મુક્તિ, માસ્કનો દંડ ઘટાડવાની પણ કરાઇ રજૂઆત

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), રાજકોટ (Rajkot) અને સુરત (Surat) માં છેલ્લા દોઢ મહિનાથી રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. જો રાત્રે કફર્યુ (Night Curfew) ચાલુ રાખવામાં આવે તો મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામે નહીં.

Night Curfew માંથી મળી શકે છે મુક્તિ, માસ્કનો દંડ ઘટાડવાની પણ કરાઇ રજૂઆત

હિતલ પારેખ, ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્ય (Local Body Election) ની ચૂંટણીઓમાં મહાનગરપાલિકામાં મોડી રાત સુધી ચૂંટણી પ્રચાર કરી શકાય એ માટે રાત્રિ કર્ફ્યુ (Night Curfew) માં મોટાપાયે છૂટછાટ કે કર્ફ્યુ દૂર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના દેખાઇ રહી છે. રાજ્યમાં કોરોના વાયરસ (Corona Virus) ની સ્થિતિના આંકડા પણ સતત ઘટી રહ્યા છે તેને આગળ કરીને ગૃહ વિભાગ દ્વારા તેના આધારે ચાર મહાનગરપાલિકામાંથી રાત્રિ કર્ફ્યુ (Night Curfew) હટાવી લેવા સુધીના નિર્ણય લઇ શકાશે. 

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara), રાજકોટ (Rajkot) અને સુરત (Surat) માં છેલ્લા દોઢ મહિનાથી રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. જો રાત્રે કફર્યુ (Night Curfew) ચાલુ રાખવામાં આવે તો મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ જામે નહીં. જો રાત્રિ કર્ફ્યુ (Night Curfew) હટાવવામાં આવે તો રાત્રિના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય.  ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) બંનેના નેતાઓ અને કાર્યકરો ચાર મહાનગરમાંથી રાત્રિ કર્ફ્યુમાં ઘટાડો કરવા કે હટાવી લેવા માટેની લાગણી હાઈ કમાન્ડ સુધી વ્યક્ત કરી ચૂક્યા છે.

આ ઉપરાંત માસ્ક (Mask) ના દંડની રકમમાં ઘટાડો કરવાને પણ લાગણી પ્રબળ બની છે અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે જોકે તાજેતરમાં જ જુનાગઢ તાલીમ શાળામાં માત્ર રૂપિયા ૩૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે,  અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ આગામી 15 દિવસ સુધી યથાવત રહેશે. એટલે કે 31 જાન્યુઆરી સુધી આ ચારેય મહાનગરમાં કર્ફ્યૂ યથાવત રહેશે. કર્ફ્યૂના સમયમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રે 10થી સવારે 6 સુધી આ ચાર મહાનગરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news