સુરત: જાહેરનામાનો ભંગ કરી ભાવિકો દ્વારા રઝળતી મુકાયેલી 800 મુર્તિઓનું દરિયામાં પુન: વિસર્જન કરાયું
પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડીને મુર્તિઓનાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે ડિંડોલી અને પુણા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દશામાના વ્રત બાદ તે મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ખાડી અને નહેરમાં લોકોએ રાતના અંધારામાં મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેથી મુર્તિઓ અર્ધ વિસર્જીત થઇ હતી. ખંડીત સ્થિતીમાં ખુબ જ ખરાબ સ્થિતીમાં પડી રહી હતી. જેના પગલે સાંસ્કૃતિક રક્ષા સમિતીના યુવાનો દ્વારા રઝળતી મુર્તિઓને હજીરાના દરમિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આશરે 800 જેટલી મુર્તિઓને દરિયામાં શ્રદ્ધાભેર વિસર્જીત કરવામાં આવી હતી.
સુરત : પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડીને મુર્તિઓનાં વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે ડિંડોલી અને પુણા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા દશામાના વ્રત બાદ તે મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ખાડી અને નહેરમાં લોકોએ રાતના અંધારામાં મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેથી મુર્તિઓ અર્ધ વિસર્જીત થઇ હતી. ખંડીત સ્થિતીમાં ખુબ જ ખરાબ સ્થિતીમાં પડી રહી હતી. જેના પગલે સાંસ્કૃતિક રક્ષા સમિતીના યુવાનો દ્વારા રઝળતી મુર્તિઓને હજીરાના દરમિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આશરે 800 જેટલી મુર્તિઓને દરિયામાં શ્રદ્ધાભેર વિસર્જીત કરવામાં આવી હતી.
Mgnrega માં જિલ્લામાં 10 કરોડનું અને રાજ્ય સ્તરે અબજોનું કૌભાંડ થયાનો હાર્દિકનો આક્ષેપ
શહેરોમાં કોરોના સંકટ અને જાહેરનામાને પગલે લોકોએ મુર્તિ વિસર્જનનું પ્રમાણ ઘણુ ઓછું રહ્યું હતું. જો કે કેટલાક લોકો ડિંડોલી અને પુણા વિસ્તારની કેનાલમાં અને ખાડી કાંઠે તથા તળાવમાં લોકોએ રાતના અંધારામાં વિસર્જન કર્યું હતું. જો કે તેઓ વિસર્જીત કરીને જતા રહ્યા બાદ મુર્તિઓની અવદશા બેઠી હતી. જેથી રક્ષા સમિતીના અધ્યક્ષ આશિષ સુર્યવંશીને શહેરની નડેર-ખાડીઓમાં રઝળતી દશામાની પ્રતિમાની જાણ થતા તેઓએ તેમજ પાંડેસરાના બડા ગણેગ્રુપ તેમજ ઉધાનાના કાશી યુથ ગ્રુપ તેમજ બમરોલીના સાંઇ મિત્ર મંડળ ગ્રુપના યુવાનો સાથે મળીને ડીંડોલી ખરવાા નહેર અને પુણાગામ નહેરમાંથી રઝળતી હોય તેવી 800થી વધારે પ્રતિમાઓને બહાર કાઢી હજારી દરિયા કિનારે પુન વિસર્જીત કરી હતી.
સુરત: પતિની હત્યારી પત્નીએ આપ્યો બાળકીને જન્મ, કોર્ટે જામીન મંજુર રાખ્યા
શહેરમાં છેલ્લા 3 વર્ષથી યુવાનોના આ ગ્રુપ દ્વારા ધાર્મિક તહેવારો બાદ રઝળતી મુર્તિઓને શ્રદ્ધાભેર પુન વિસર્જીત કરવામાં આવે છે. જો કે ગ્રુપના સ્વયં સેવકોએ લોકોને અપીલ કરી હતી કે, શક્ય હોય ત્યાં સુધી ઘરમાંજ મુર્તિનું વિસર્જન કરે. આ મુર્તિઓનાં કારણે દરિયાઇ જીવોને પણ ખુબ જ નુકસાન થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર