સુરત: પતિની હત્યારી પત્નીએ આપ્યો બાળકીને જન્મ, કોર્ટે જામીન મંજુર રાખ્યા
Trending Photos
સુરત : શહેરના ડિંડોલી વિસ્તારમાં 3 મહિના પહેલા એક સગર્ભા પત્નીએ પોતાનાં જ ધર્મના ભાઇ સાથે મળીને પતિનુ કાસળ કાઢી નાખી હતી. ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને લાજપોર જેલમાં ખસેડી હતી. જો કે તે સગર્ભા હોવાનાં કારણે જામીન અરજી કરી હતી. જેની ગત્ત રોજ સુનવણી દરમિયાન આરોપી પત્નીએ પ્રસુતિની પીડા ઉપડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીને જન્મ આપ્યો હતો. કોર્ટ દ્વારા તેની જામીન અરજી મંજુર કરવામાં આવી હતી.
મુળ બિહારનો વતની અને સુરતમાં ડિંડોલી વિસ્તારમાં આવેલા દિપકનગરમાં પંકજ રામસ્વરૂપ ગુપ્તા પત્ની સોની અને ત્રણ પુત્રીઓ પૈકી 2 પુત્રી સાથે છેલ્લા સાત માસથી ભાડેથી રહેતો હતો. કિન્નરી સિનેમા નજીક જરીના કારખાનામાં કામ કરતા પંકજની સાથે કામ કરતો મુળ બિહારનો 17 વર્ષનો કિશોર પંકજની પત્નીને ધર્મની બહેન અને પંકજને બનેવી માનતો હતો. તેમની સાથે જ પેઇન ગેસ્ટ તરીકે રહેતો હતો.
17 એપ્રીલે ઘર કંકાસ ચાલતો હોવાને કારણે પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા તેનો ધર્મનો ભાઇ વચ્ચે પડ્યો હતો. દરમિયાન ધક્કો લાગતા પંકજ નીચે પછડાયો હતો. ત્યાર બાદ બંન્નેએ મરચા વાટવાના પથ્થર માથામાં મારીને તેની હત્યા કરી દીધી હતી. પંકજની અંતિમક્રિયા બાદ સુબોધે પંકજની પત્ની સોની અને તેના ધર્મના ભાઇ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે