તેજસ મોદી/સુરત : એક પરણિતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવ્યું કે, હું જિંદગીથી ત્રાસી ગઇ છું અને હવે આત્મહત્યા કર્યા સીવાય માર્ગ નથી. જેથી અભયમ ટીમ ઉમરાએ તાત્કાલિક પહોંચી તેને માર્ગદર્શન આપી આત્મહત્યા કરવાનાં પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. મહિલાને બચાવી પણ લીધી હતી અને સમગ્ર મામલો પણ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે તો ફરવાના ! શનિ-રવિમાં ગુજરાતીઓ કોરોનાની ભયાનક સ્થિતી ભુલી પ્રવાસન સ્થળોએ ઉમટી પડ્યાં


મળતી માહિતી અનુસાર ફાતિમા માલેગાવ મહારાષ્ટ્રના લગ્ન સુરત ખાતે થયા હતા. ફાતીમાને એક વિકલાંગ બાળક છે. ફાતિમાના પતિએ તેની જાણ કર્યા વગર બીજા લગ્ન કર્યા હતા. જેનો ફાતિમાએ વિરોધ કરતા મારઝૂડ કરી ઘર બહાર કાઢી મુકતા તેઓ પોતાના પિયર નાના બાળકને જતા રહ્યા હતા. જ્યાં ભરણ પોષણનો કેસ કર્યો હતો. બે વર્ષ બાદ સુરત આવેલી ફાતિમાને તેમના પતિએ ઘરમાં આવવા દીધા ન હતા અને મારઝૂડ કરી કાઢી મુકતા તેઓને કોઈ રસ્તો ના સુઝતા આત્મહત્યા કરતા પહેલા પોલીસને જાણ કરતા ૧૮૧ મહિલા હેલ્પલાઇનને કાઉન્સેલિંગ માટે જણાવતા અભયમ ટીમે તેમને આશ્વાસન આપી હિંમત આપી હતી. 


ભાવનગર-અમરેલીમાં ફરી દીપડા બેકાબુ, ત્રણ ઘટનામાં એક બાળકીનું મોત 3 ઘાયલ


તેમના પતિને બોલાવી તેઓને રાખવા જણાવ્યું હતું પરંતુ તેઓએ જણાવ્યું કે, મારે છુટા છેડા આપવા છે. ફાતિમા પણ છુટા છેડા મળે તો આગળની જિંદગી જીવવા તૈયાર છે. જેથી તેઓને સાથે રાખી નિર્ણય લેવામાં આવ્યો હતો. બાળક નાનો છે ત્યાં સુધી તેની માતા પાસે રહેશે. આ ઉપરાંત કોર્ટ કાર્યવાહી ચાલુ છે. જેની મુદત આવે ત્યાં સુધી રાહ જોશે ફાતિમા તથા તેના બાળક ના ભરણ પોષણની સામાજિક કે કોર્ટ નક્કી કરે તે રકમ આપવા તૈયાર થયા હતા. ફાતિમાને  જિંદગી જીવવા હિંમત આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube