અમે તો ફરવાના ! શનિ-રવિમાં ગુજરાતીઓ કોરોનાની ભયાનક સ્થિતી ભુલી પ્રવાસન સ્થળોએ ઉમટી પડ્યાં
Trending Photos
અમદાવાદ : કોરોનાની બીજી લહેર હવે લગભગ પુર્ણ થઇ ચુકી હોય તેવી સ્થિતિ છે. જેના પગલે રાજ્યનાં પ્રવાસન સ્થળો પર ભારે ભીડ જોવા મળી રહી છે. ત્રીજી લહેરને જાણે ગુજરાતીઓ આમંત્રણ આપી રહ્યા હોય તે પ્રકારે ગુજરાતના તમામ પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને આજે શનિ-રવિની રજાઓ અને અષાઢી બીજ હોવાનાં કારણે લોકોનાં ટોળેટોળાએ એકત્ર થયા હતા. યાત્રાધામ પાવાગઢમાં એક લાખથી વધારે લોકો એક જ દિવસમાં નોંધાય હતા. આ ઉપરાંત સાપુતારા, વ્હીલ્સન હીલ, ડોન હીલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દીવ- દમણ તમામ સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
સાપુતારામાં તો પાર્કિંગની જગ્યા ખુટી પડતા લોકો હીલ જવાના રોડ પર વાહનો પાર્ક કરીને ચાલતી પકડી હતી. દર વર્ષે સરકાર દ્વારા અહીં મોનસુન ફેસ્ટિવલનું આયોજન કરાય છે જો કે આ છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે આ ફેસ્ટિવલનું આયોજન નથી કરાઇ રહ્યું. જો કે તેમ છતા પણ સાપુતારામાં આ 2 દિવસ દરમિયાન 25-30 હજાર પ્રવાસીઓ નોંધાયા હોવાનું તંત્રનું અનુમાન છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 40 હજારથી વધારે પ્રવાસીઓ એક જ દિવસમાં નોંધાયા હતા. સ્ટેચ્યુ ખાતે કુદરતી વાતાવરણ, જંગલ સફારી, દેશનું પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક સહિત અનેક આકર્ષણો હોવાનાં કારણે હાલ ગુજરાતીઓની પ્રથમ પસંદ સ્ટેચ્યુઓફ યુનિટી છે. શનિ રવિ બે દિવસમાં અહીં 40 હજાર કરતા પણ વધારે પ્રવાસીઓ નોંધાયા હતા.
દીવ દમણમાં હાલ દરિયો તોફાની હોવાના કારણે બીચ પર નોએન્ટ્રી જાહેર કરવામાં આવી હોવા છતા લોકો ઉમટી પડ્યા હતા. રવિવારે દીવના નાગવા બીચ પર એટલી મોટી ભીડ ઉમટી પડી હતી કે તંત્રને બીચ બંધ કરવાની ફરજ પડી હતી. હવે આગામી અઠવાડીયે પણ શનિ-રવિ દરમિયાન આ બીચ બંધ રહેશે તેવી તંત્ર દ્વારા અત્યારથી જ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે