પ્રશાંત ઢીવરે/સુરત: સુરત APMC માર્કેટ સમગ્ર રાજ્યમાં પ્રથમ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર રાજ્યની નાણાંકીય વર્ષ 2023-24ની આવકના આંકડા જોતા રાજયની 262 એપીએમસીમાંથી સુરત એપીએમસી 43.55 કરોડની આવક મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂ


સુરત શહેરના સહારા દરવાજા ખાતે આવેલ APMC માર્કેટમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ સહિતના દેશના વિવિધ રાજયોમાંથી શાકભાજી વેચાણ માટે આવે છે. આ શાકભાજી સુરત શહેરની 70૦ લાખની વસ્તી ની સાથે જ આજુબાજુના તાલુકા, ગામોમાં પણ વેચાણ અર્થે જાય છે. ત્યારે ગત નાણાંકીય વર્ષ 2023-24માં સુરત APMC દ્વારા શાકભાજી, તેમજ અન્ય પ્રોડકટના વેચાણ મળીને કુલ આવક 43. 55 કરોડ થઈ હતી. એપીએમસીની આ વર્ષની વાર્ષિક આવકમાં 20 ટકાનો જંગી વધારો થયો છે. 


Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ


ગુજરાત નિયંત્રિત બજાર સંધ અમદાવાદ દ્વારા રાજયની તમામ APMC ની વાર્ષિક ટોપ 10 APMC ની આવકના આંકડા જાહેર થયા હતા. જેમાં સુરત APMC ની 43. 55 કરોડની આવક સાથે પ્રથમ સ્થાને છે. જયારે ઉંઝા 43.34 કરોડની આવક સાથે બીજા નંબરે આવે છે. રાજકોટ APMC 36.91 કરોડ સાથે ત્રીજા નંબરનું સ્થાન મેળવ્યુ છે. 


નવી સરકાર બનતા જ ખુલ્યો નોકરીઓનો ખજાનો! ઢગલો સરકારી બેંકોમાં આવી ભરતી


સુરતની જો વાત કરવામાં આવે તો સુરત APMC માર્કેટમાં દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો શાકભાજીનું વેચાણ કરવા માટે આવતા હોય છે જ્યારે આ શાકભાજી નો શહેર અને ગ્રામીણમાં વેચાણ થાય છે. સુરત APMC માર્કેટમાંથી કેરીનું વેચાણ અમેરિકા સહિતના દેશોમાં કરવામાં આવે છે.