લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂ

EVM Controversy : હેકિંગ, એલન મસ્કની ટ્વિટ અને હવે બ્લેક બોક્સ... ઈવીએમ પર ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ ફરી સવાલ ઉઠાવ્યા.. રાહુલ ગાંધીએ EVMને બ્લેક બોક્ષ ગણાવી કહ્યું, કોઈને પણ નથી EVMની તપાસની મંજૂરી...એલન મસ્કની પોસ્ટને રિપોસ્ટ કરી ઉઠાવ્યા સવાલ

લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂ

Rahul Ganhi On EVM : લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યાના 11 દિવસ બાદ ફરી એકવાર ઈવીએમ પર સવાલ ઉઠ્યા છે. કોંગ્રેસના સાંસદે 2024 ના પરિણામ આવ્યા બાદ પહેલીવાર ઈવીએમ પર ટિપ્પણી કરી છે. રાહુલ ગાંધીએ ઈવીએમને બ્લેક બોક્સ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ભારત જેવા દેશમાં કોઈને પણ આ પ્રકારની તપાસ કરવાની પરમિશન નથી. રાહુલ ગાંધીએ આ ઉપરાંત ટ્વિટમાં લખ્યું કે, મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા સીટ જીતનારા શિવસેના સાંસદ (શિંદે ગુટ) રવીન્દ્ર વાયકરે સંબંધીઓની પાસે એક એવો ફોન છે, જેનાથી ઈવીએમને સરળતાથી ખોલી શકાય છે. રાહુલ પહેલા હાલમાં જ ટેસ્લાના માલિક એલન મસ્ક પણ ઈવીએમને બદલવાની વાત કરી ચૂક્યા છે. 

લોકસભા ચૂંટણી બાદ ફરીથી ઈવીએમ પર સવાલ
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે, ભારતમાં ઈવીએમ એક બ્લેક બોક્સ છે, અને કોઈને પણ તેની તપાસ કરવાની પરમિશન નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સંસ્થાનોમાં જવાબદેહીની અછત હોય છે, ત્યારે લોકતંત્ર એક દેખાડો બની જાય છે. ષડયંત્રનો શિકાર બની જાય છે. 

રાહુલે સરકાર પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ લખ્યું કે, 2024 લોકસભા ચૂંટણીમાં માત્ર 48 વોટોથી મુંબઈ ઉત્તર પશ્ચિમ સીટ જીતનારા શિવસેના (શિંદે ગુટ) ના સાંસદ રવીન્દ્ર વાયકરેના સંબંધીના ફોનમાં ઈવીએમ મશીન ખોલવાની ટ્રીક છે. તેમના સંબંધી મંગેશ પાંડિલકરનો આરોપ છે કે, તેમને પોતાનો મોબાઈલ ફોનથી ઓટીપી જનરેટ કરીને ઈવીએમ મશીનને અનલોક કરવાનો પ્રયાસ કર્યો હતો. વનરાય પોલીસે તેમને સીઆરપીસીની ધારા 41A અંતર્ગત નોટિસ મોકલી છે. 

એલન મસ્ક પણ કહી ચૂક્યા છે
દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ અને ટેસ્લાના માલિક એલન મસ્ક પણ આ પહેલા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. તેમણે પોસ્ટ કરતા કહ્યું કે, આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને ખત્મ કરી દેવા દેવા જોઈએ. મનુષ્યો કે એઆઈ દ્વારા હેક થવાનો ખતરો ભલે નાનો લાગે, પરંતુ હજી પણ તે વધારે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news