દીપક જીતિયા/સુરત: પાંડેસરામાં સગીરાની છેડતી કરી બ્લેડ વડે હુમલો કરનાર આરોપીની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી સગીરાને પ્રેમ સંબંધ રાખવા દબાવ કરતો હતો. સગીરાએ ના પાડતા બ્લેડ ઘા મારી મહારાષ્ટ્ર ફરાર થઈ ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના શહેરમાં ફરી એકવાર ગિરીશમાં વેકરીયા હત્યા કેસ એવો કિસ્સો બનતા રહી ગયો હતો. પાંડેસરામાં એક તરફ પ્રેમમાં પાગલ પ્રેમીએ બે અઠવાડિયા પહેલા પાંડેસરા બમરોલી ગોવાલક રોડ ખાતે 14 વર્ષની સગીરાનીછેડતી કરી હતી. આરોપી સગીરાને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. સગીરાએ વિરોધ કરતા આરોપીએ બ્લેડના ઘા મારી મહારાષ્ટ્ર ફરાર થઇ ગયો હતો. હુમલામાં યુવતીનો ગાલ ચરાઈ જતા 17 ટાંકા આવ્યા હતા. ઘટનાને લઈને પાંડેસરા પોલીસે પાંડેસરા બમરોલી રોડ ગોવાલક નગરમાં રહેતો 25 વર્ષીય આરોપી કિરણ સુભાષ ઈસી વિરુદ્ધ ગુનો નોંધી કારવાળી હાથ ધરી હતી.


આ ગુનામાં પાંડેસરા પોલીસે એક તરફી પ્રેમમાં પાગલ હુમલાખોર પ્રેમી કિરણ સુભાષ ઈસીની બાતમીના આધારે આશાપુરી નગર પાસે સીટી બસમાંથી પકડી પાડ્યો હતો આરોપીએ છેલ્લા કેટલાક દિવસોથી 14 વર્ષની સગીરાનો પીછો કરતો હતો આ પહેલા બે થી ત્રણ વખત સગીરાની છેડતી પણ કરી હતી. 


આ પણ જુઓ વીડિયો:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube