ઝી ન્યૂઝ/સુરત: નવરાત્રિએ ગરબા ગાઈને માતાજીની આરાધના કરવાનો પર્વ છે. નવરાત્રિમાં માતાજીના નવ જુદાજુદા નવ અવતારની આરાધના કરવામાં આવે છે. અસુરી શક્તિઓ પર સત્યની જીતના પર્વને દેશભરમાં પારંપરિક રીતે ઉજવવામાં આવે છે. સુરત શહેરમાં 385 વર્ષ પહેલા નવરાત્રિમાં માતાજીના ભવાની સ્વરૂપની આરાધના કરવા હરિપુરામાં ભવાની મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આકાશમાં ઉડતા વડના પડછાયાને નીચે ઉતારીને માતાજીના સ્વરૂપમાં તેની સ્થાપના કરાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલનું દિલ્હી દેશમાં ટોચના ક્રમે અને ગુજરાત 20માં, ભાજપ સરકારની મસમોટી વાતો


જાણો શું છે ઈતિહાસ?
લોકવાયકા પ્રમાણે, એક તંત્રજ્ઞ સાધુએ ત્રણ વડ અને બે તાડના ઝાડ સુરતના આકાશમાં ઉડતા કરી દીધા હતા. જે પશ્ચિમની દિશામાંથી આવી સુરત પર ઉડી રહ્યા હતા. જે પશ્ચિમની દિશામાંથી આવી સુરત પર ઉડી રહ્યા હતા. વૈધભાઈ શુક્લએ આકાશમાં ઉડતા આ વૃક્ષોને શહેરના વિવિધ વિસ્તારોમાં ઉતાર્યા હતા. હરિપુરા વિસ્તારમાં ઉતારેલા વડને ભવાનીવડ, બેગમપુરાથી મુંબઈ જતા માર્ગ પર ઉતારેલા વડને મુંબઈવડ, સૈયદપુરામાં આગાનો વડ તરીકે પ્રચલિત થયા હતા. જ્યારે જે નીચે ઉતારાયેલા બે તાડ ક્ષેત્રપાળ મંદિર તથા રાવણ તાડ તરીકે ઓળખાયા હતા.


કચ્છના ફેમસ બીચ પર કોણ ફેરવી રહ્યું છે થાર ગાડીઓ, જેના પર MLA લખેલું છે ; Video


નવરાત્રિમાં દુર્ગા માતાના નવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. પુરાણો અનુસાર મા દુર્ગાના ક્રોધમય સ્વરૂપને કાળકા અને ગૃહસ્થ સ્વરૂપને મા ભવાની કહેવાય છે. આજથી ચારસો વર્ષ પહેલા શહેર પર અસુરી શક્તિના પ્રકોપને કારણે આકાશમાં મોટા વડના પડછાયા દેખાતા હતા. લોકો શહેરના આકાશમાં વડના આભાસને અશુભ માનતા હતા. આકાશમાં વડનો પડછાયો દેખાતા લોકોમાં ભયનો માહોલ હતો. ભયભીત લોકો હરિપુરામાં રહેલા વેદભાઈ શુક્લ પાસે સમસ્યાના સમાધાન માટે ગયા હતા. 


આ છે ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ અને આદર્શ ગામ, જ્યાં એક રસોડે જમે છે આખા ગામના લોકો


હિન્દુ શાસ્ત્રો અને વેદોના ઉપાસક વેદભાઈ શુક્લાએ વડના ઝાડને હરિપુરા ભવાનીવાડમાં ઉતાર્યું હતું. બાદમાં ભવાનીવડ તરીકે પ્રસિદ્ધ થયેલા વૃક્ષની બાજુમાં બહુચરા માતાના યંત્રની સ્થાપના કરવામાં આવી હતી. લોકોની વધતી આસ્થાને પગલે 385 વર્ષ પૂર્વ વિક્રમ સંવત 1687માં આસો સુદ ત્રીજના દિવસે ભવાની માતાના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હાલમાં મંદિરમાં ભવાની માતા બાલાત્રીપુરા સુંદરી તરીકે પુજાય છે.


100 વર્ષ બાદ 4 રાજયોગનો મહાસંયોગ, આ 4 રાશિવાળાને કરાવશે બંપર ધનલાભ


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)