ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈને આવ્યો હાર્ટ એટેક, સારવાર મળતા પહેલા જ મોત થયું
ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં વધુ એક ઉમેરો થયો છે. સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સુરત પાલિકાના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગેમર દેસાઈ વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર હતા.
Surat News સુરત : ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં વધુ એક ઉમેરો થયો છે. સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સુરત પાલિકાના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગેમર દેસાઈ વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર હતા.
ગેમર દેસાઈ પોતાના ઘરે હતા, ત્યારે જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી પરિવાર તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો. પરંતુ ડોક્ટરો તેમેન બચાવી શક્યા ન હતા. સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. ગેમર દેસાઈના મોતના ખબર આવતા જ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ભાડા પર કાર આપતા પહેલા સાવઘાન, ભાડે લઈ જનારા વ્યક્તિએ વેચી નાંખી કાર
ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા.
દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે.