ઉમેદવારી પરત ખેંચવાના નિર્ણય પર રંજનબેને ગળગળા થઈને કહી આ વાત

Ranjan Bhatt Refuse To Contest In Election : વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટ નહીં લડે ચૂંટણી...સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂંટણી ન લડવા ઈચ્છા વ્યક્ત કરી... અંગત કારણોસર ચૂંટણી ન લડવા ઈચ્છા વ્યક્ત કરી...

ઉમેદવારી પરત ખેંચવાના નિર્ણય પર રંજનબેને ગળગળા થઈને કહી આ વાત

Loksabha Election 2024 : એક જ દિવસમાં ભાજપના બે ઉમેદવારોએ પરત ખેંચી ઉમેદવારી છે. વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. વડોદરા ભાજપમાં જૂથવાદને લઈ રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચી છે. પોસ્ટર અને પત્રિકાના કાંડે રંજનબેનની ઉમેદવારીનો ભોગ લીધો છે. વડોદરામાં જ્યોતિબેન અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયું અને રંજનબેને ઉમેદવારી પરત કરી તેવી ચર્ચા વહેતી થઈ છે. ઉમેદવારી જાહેર થયાના માત્ર 10 દિવસમાં રંજનબેનના વળતા પાણી થયા છે. ત્યારે રંજનબેન મીડિયા સામે આ વાત કરતા ગળગળા થઈ ગયા હતા. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 23, 2024

 

રંજન ભટ્ટે ઝી 24 કલાક સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં જણાવ્યું કે, મેં વડોદરાની 10 વર્ષ સેવા સમર્પિત થઈને કરી છે. ફરીથી ત્રીજીવાર મને ભાજપે ટિકિટ આપી હતી. પંરતુ છેલ્લા દસ દિવસથી જે ચાલી રહ્યું છે તે જોતા લાગ્યું, કે જે રીતે લોકો ચલાવી રહ્યા. મને અંતર આત્માના અવાજે કહ્યું કે, હવે નથી કરવું. મને એવું થયું કે, ચૂંટણી નથી લડવી. મને સવારે ભગવાનની પૂજા કર્યા બાદ એવુ થયુ કે, ચૂંટણી નથી લડવી. વિરોધીઓને એવુ લાગતુ હોય કે તેમની જીત થઈ તો તેઓ ખુશ થાય. હુ તો ભાજપને સમર્પિત છું. કાર્યકર તરીકે આગળ પણ કામ કરતી રહીશ. વડોદરાને સીટ છોડીને પીએમ મોદીએ મને સેવા કરવાની તક આપી હતી. હું હંમેશા સમર્પિત રહીને પ્રજા વચ્ચે રહી હતી. મેં વડોદરાનું કામ કર્યું છે. પણ, મને સવારથી એવું થયું કે, રોજેરોજ કોઈને નવુ કરવુ પડે તો તેના કરતા હુ સામેથી જ કહી દઉ કે નથી લડવું. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 23, 2024

 

તેમણે વધુમાં કહ્યું કે, મને કોઈ દુખ નથી. ખોટા આક્ષેપ કરવા અને મારી બદનામી કરવી તેના કરતા સારું છે કે હુ ઉમેદવારી પાછી ખેંચુ. મારી સામે પોસ્ટર વોર થયું, તેમાં કોંગ્રેસના પ્રમુખનો હાથ છે. તેમાં તપાસ થઈ રહી છે. તેમાં સાચુ બહાર આવશે. મને સરકાર પર વિશ્વાસ છે કે, જે વ્યક્તિ પાછળ સંડોવાયેલા હોય તેને શોધી કાઢશે. પરંતુ વડોદરામાં સંસ્કારની નગરીમાં છેલ્લા દસ દિવસથી જે લોકો કરી રહ્યા હતા તે મારી બદનામી થાય તેના કરતા ઉમેદવારી પાછી ખેંચી લઉં. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 23, 2024

 

શું પાર્ટી તરફથી ઉમેદવારી પરત લેવા કહ્યું તે વિશે રંજન ભટ્ટે ખુલાસો કર્યો કે, પાર્ટી તરફથી કોઈ સૂચના અપાઈ નથી. પરંતુ મારું વડોદરા બદનામ થાય તેના કરતા આ સારું હતુ. પાર્ટી જે નામ માટે ઉમેદવારી કરશે તેના માટે કામ કરીશ. 

પાર્ટી તમને જ ઉમેદવારી કરવા પ્રેશર કરશે તો તેના જવાબમાં તેમણે કહ્યું, હું આજે છોડી રહી છું. પાર્ટીએ તો ટિકિટ આપી જ હતી, પરંતુ હવે મને નથી લડવું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news