• બ્રેડલાઈનર પરિવારે નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્ય અને લોકો સુધી પહોંચાડવા માટે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કર્યું.

  • 711 કોરોના વોરિયર્સ ડિજીટલ કટીંગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે.


ચેતન પટેલ/સુરત :સુરતના બ્રેડલાઈનર પરિવાર દ્વારા સામાજિક જાગૃતિના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ ભારતને વિશ્વ ગુરુ બનાવવા તરફ લઈ જવાનો છે. ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે રાષ્ટ્રનિર્માણમાં સમાજના દરેક નાગરિકે જોડાવવું પડશે. દેશને કોરોનાથી બચાવવા માટે પોતાની જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરનાર કોરોના વોરિયર્સને સન્માનિત કરવાનો નક્કી કરવામાં આવ્યું છે. આરોગ્ય સેવા, ટ્રાફિક અને ભોજન સેવા આપનાર 711 કોરોના વોરિયરને કેક આપીને સન્માનિત કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ભાજપીય સાંસદના બાહોમા આવી ગઈ અંજના, Romance નો આ વીડિયો થયો જોરદાર વાયરલ 


બ્રેડલાઈનર પરિવારના નીતિનભાઈએ જણાવ્યું કે, બ્રેડલાઈનર છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સામાજિક જાગૃતિનો કાર્યક્રમ કરીને ઉજવણી કરે છે. આજે દક્ષિણ ગુજરાત કોરોના મહામારીમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. કોરોના વોરિયર્સની મહેનત સંઘર્ષ અને હિંમતને કારણે અનેક લોકો કોરોના માટે સ્વસ્થ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જાન હે તો જહાં હે, કોરોનાને ફેલાતો રોકવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અમે આ વર્ષે ડિજીટલ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ડીજિટલ ઉજવણી દ્વારા અમે વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. 711 કોરોના વોરિયર્સ ડિજીટલ કટીંગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. બ્રેડલાઈનર પરિવારે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે અને નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્ય અને લોકો સુધી પહોંચાડવા માટે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કર્યું છે.


આ પણ વાંચો : મંત્રી જયેશ રાદડિયાને કોરોનાથી જિલ્લા સહકારી બેંકમાં ફફડાટ, 14 કર્મચારી પોઝિટિવ આવ્યા 


કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સને સુરત, વાપી, વલસાડ, બારડોલી, વ્યારા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વરમાં આવેલા બ્રેડલાઈનરના આઉટલેટમાંથી 500 ગ્રામની કેક આપવામાં આવશે. આ કેક કોરોના વોરિયર્સ ઘરે લઈને તેના પરિવાર સાથે એક કટિંગ કરીને ઉજવણી કરશે. આગામી તારીખ 17 સપ્ટેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 70 વર્ષ પૂર્ણ કરીને 71 માં વર્ષમાં પ્રવેશ કરશે. તેથી અમે 711 કોરોના વોરિયર્સ 711 કિલોની કેક આપીને સન્માન કરવાનો નિર્ણય કર્યો હતો.


આ પણ વાંચો : વાત ગળે ન ઉતરે તેમ નથી, પાકિસ્તાની જાસૂસ ઈમરાન દિવસે એક્સપોર્ટનો બિઝનેસ કરતો, અને રાત્રે રીક્ષા ચલાવતો 


બ્રેડલાઈનર પરિવાર દ્વારા વર્ષ 2018 માં કેક ઓફ યુનિટી બનાવીને નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 680 ફૂટ લાંબી અને 6800 કિગ્રા વજનની કેક બનાવીને સમાજમાંથી ઊંચનીચના ભેદભાવ દૂર કરીને સમાજને એક બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 680 સામાજિક આગેવાનો દ્વારા કેક કાપીને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગત વર્ષ 2019 માં કેક અગેઈન્સ કરપ્શન કાર્યક્રમમાં 7000 કિલોની 700 ફીટ લાંબી કેક બનાવવામાં આવી હતી. સમાજમાં પ્રમાણિક લોકો દ્વારા કેક કાપીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આમ બ્રેડલાઈનર પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે અનોખા સામાજિક સંદેશ આપવામાં આવે છે.


આ પણ વાંચો : કોરોના દર્દીઓ માટે સંજીવની બની રહે તેવી ફેફસાંની કસરત સુરત સિવિલે અપનાવી