સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યા પછી બાઈકચાલક સાથે દાદાગીરીની ઘટના બહાર આવી  છે. સીટી બસ ચાલકે સૌ પ્રથમ તો બાઈકને ટક્કર મારી હતી અને ત્યાર પછી બસચાલકે નીચે ઉતરીને બાઈકચાલકના માથામાં ફટકો મારી ઈજા પહોંચાડતા મામલો બીચક્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના વરાછામાં મોડી રાત્રે સીટી બસના ડ્રાઈવરે એક બાઈકને ટક્કર માર્યા પછી દાદાગીરી કરતાં બાઈક ચાલક પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન અહીંથી પસાર થતા લોકો એક્ઠા થઈ ગયા હતા. ડ્રાઈવર અને કન્ડક્ટરની દાદાગીરીને જોતાં ગુસ્સે ભરાયેલા લોકોએ બંનેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોનો રોષ જોતાં સીટી બસના ડ્રાઈવર-કન્ડક્ટર ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. મામલો વધુ બીચકતાં સ્થાનિક પોલીસે દોડી આવીને ટોળાને વિખેર્યો હતો. 


BRTSના ડ્રાઈવરથી અકસ્માત કેમ થાય છે તેનું જીવતુજાગતુ ઉદાહરણ જુઓ, આ ભાઈ ચાલુ બસે જોઈ રહ્યાં છે Video


સુરતમાં સીટી બસ સામે લોકોમાં રોષ 
ગત બુધવારના રોડ ડિંડોલી બ્રિજ પર સિટી બસે બાઈકને અડફેટે લીધું હતું. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં પરિવારજનો દ્વારા મૃતકોના મૃતદેહ પણ સ્વિકારવામાં આવ્યા ન હતા ત્યાં જ સિટી બસે ઉધના નજીક દક્ષેશ્વર મંદિર પાસે એક યુવકને બીઆરટીએસ રૂટમાં અડફેટે લેતા મોતને ભેટ્યો હતો. જ્યારે આજે શુક્રવારે નાનપુરામાં સિટી બસે એક મહિલાને અડફેટે ચડાવ્યા હતા. આમ ત્રણ દિવસમાં ચારનો ભોગ લેનાર સિટી બસ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


BRTS BUS ACCIDENT: બેફામ BRTS, સુરતમાં વધુ એક મહિલાનો જીવ લીધો


ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પણ ગુરૂવારે BRTS બસની અડફેટે આવી ગયેલા બે બાઈક સવાર યુવાનોનાં મોત થયા હતા. છેલ્લા બે દિવસમાં રાજ્યમાં સુરત અને અમદાવાદમાં સીટી બસની અડફેટે કુલ 6 લોકોનાં મોત થયા છે. આવી સ્થિતિમાં સુરતમાં શુક્રવારે મોડી સાથે સીટી બસ ચાલક દ્વારા અકસ્માત કર્યા પછી દાદાગીરી કરવામાં આવતા લોકો ગુસ્સે ભરાયા હતા. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....