BRTSના ડ્રાઈવરથી અકસ્માત કેમ થાય છે તેનું જીવતુજાગતુ ઉદાહરણ જુઓ, આ ભાઈ ચાલુ બસે જોઈ રહ્યાં છે Video

રાજ્યનાં બે મોટાં શહેર અમદાવાદ અને સુરતમાં 3 દિવસમાં 4 અકસ્માત (BRTS Accident) સર્જાયા અને તેમાં 6 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. તેમ છતાં સિટી બસના ડ્રાઈવર બેફામ છે. રાજકોટ (Rajkot) માંથી ફરી એક વાર બેદરકાર બસ ડ્રાઈવરનો સામે આવ્યો છે. રાજકોટ BRTS બસનો ડ્રાઈવર ગીત ગાતાં ગાંતા બસ ચલાવી રહ્યો છે. ચાલુ બસમાં ડ્રાઈવર બિન્દાસ્ત રીતે વીડિયો (Video) જોઈ રહ્યો છે. ત્યારે આવી મજા કરતો ડ્રાઈવર રાહદારીઓને ગમ્મે ત્યારે મોતની સજા અપાવી શકે છે. ત્રણ દિવસથી સતત બસ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરત હોય પછી અમદાવાદ બેફામ બસ ચાલકોના કારણે રાહદારીઓને જીવ ગુમાવો પડે છે. પરંતુ આવા અકસ્માત કેમ થાય છે તેનું જીવતું જાગતુ ઉદાહરણ તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ નફ્ફટ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી થાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.
BRTSના ડ્રાઈવરથી અકસ્માત કેમ થાય છે તેનું જીવતુજાગતુ ઉદાહરણ જુઓ, આ ભાઈ ચાલુ બસે જોઈ રહ્યાં છે Video

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજ્યનાં બે મોટાં શહેર અમદાવાદ અને સુરતમાં 3 દિવસમાં 4 અકસ્માત (BRTS Accident) સર્જાયા અને તેમાં 6 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. તેમ છતાં સિટી બસના ડ્રાઈવર બેફામ છે. રાજકોટ (Rajkot) માંથી ફરી એક વાર બેદરકાર બસ ડ્રાઈવરનો સામે આવ્યો છે. રાજકોટ BRTS બસનો ડ્રાઈવર ગીત ગાતાં ગાંતા બસ ચલાવી રહ્યો છે. ચાલુ બસમાં ડ્રાઈવર બિન્દાસ્ત રીતે વીડિયો (Video) જોઈ રહ્યો છે. ત્યારે આવી મજા કરતો ડ્રાઈવર રાહદારીઓને ગમ્મે ત્યારે મોતની સજા અપાવી શકે છે. ત્રણ દિવસથી સતત બસ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરત હોય પછી અમદાવાદ બેફામ બસ ચાલકોના કારણે રાહદારીઓને જીવ ગુમાવો પડે છે. પરંતુ આવા અકસ્માત કેમ થાય છે તેનું જીવતું જાગતુ ઉદાહરણ તમે તમારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ નફ્ફટ ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી થાય તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) November 22, 2019

અમદાવાદમાં બેઠક બોલાવી
BRTS અકસ્માત (BRTS Accident) બાદ અમદાવાદના મ્યુનિ. કમિશનરે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં BRTS અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા થશે. વારંવાર થતા અકસ્માત અને બસના સંચાલન, તેમજ ભવિષ્યમાં આવુ થાય તો કેવા પ્રકારના પગલાં લેવા તે અંગે પણ ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બીઆરટીએસ બસની અડફેટે બે યુવકોના નિપજ્યા હતા. જેના બાદ અમદાવાદના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરીજનોના રોષને જોતા આખરે એએમસીનું તંત્ર હરકતમાં આવ્યું છે.

પિતા V/s પુત્રીઓ : નિત્યાનંદ વિવાદમાં એકબીજા પર આરોપબાજી, જુઓ હવે શું કહ્યું...

રાજકોટનું તંત્ર આવ્યું હરકતમાં...
રાજકોટ-અમદાવાદમાં BRTS અકસ્માતના બનાવને લઈને મહાનગરપાલિકા હરકતમાં આવી છે. રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેને તાત્કાલિક બેઠક બોલાવવા મનપા કમિશનરને સૂચન કર્યું છે. તો આજે સાંજે મહાનગરપાલિકા ખાતે સિટી બસ અને BRTS બસને લઈને મહત્વની બેઠક મળશે. રાજકોટમાં અકસ્માતના બનાવ ન બને તે માટે સ્ટાફને જરૂરી તાલીમ આપવામાં આવશે. આડેધડ બસ ચલાવનાર ચાલકો સામે પગલાં લેવાશે તેવું ચેરમેને જણાવ્યું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news