તેજશ મોદી/ સુરત: છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા ખાનગી યુનિવર્સીટીને મંજૂરી આપવામાં આવી રહી છે, જેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હાલમાં જ સુરતમાં પણ વિવાદ સર્જાયો છે, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નવ કોલેજના ખાનગીકરણનો નિર્ણય લીધો છે, જેને પગલે વિદ્યાર્થી આલમમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે NSUI દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી કવી નર્મદ પ્રતિમાનો અભિષેક કરવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ સરકારે સુરતની સાર્વજનિક ટ્રસ્ટને ખાનગી યુનિવર્સીટીની મંજૂરી આપી છે. જોકે ખાનગી યુનિવર્સીટી બનતા કેટલીક સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને સાર્વજનિક યુનિવર્સીટી સાથે જોડવામાં આવી હતી. જોકે કેટલીક ગ્રાન્ટેડ કોલેજોને પણ જોડવામાં આવી છે. જેને પગલે વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા સુરત શહેરની 6 અને બારડોલીને 3 જેટલી કોલેજનું જોડાણ રદ્દ કર્યું છે. આમ કરવાથી વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવો આરોપ લગાવવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- સુરતની ગજેરા સ્કૂલની મનમાનીના પડઘા ગાંધીનગર સુધી પડ્યા, પોલીસ પણ દોડતી થઈ


કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરતાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણનો વેપલો કરવામાં ભાજપની સરકારે કંઈ જ બાકી રાખ્યું નથી. રાજ્યની અને સુરતની સૌથી જૂની એવી કોલેજોમાં સમાવેશ પામેલી એમટીબી સહિતની કોલેજો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. મોટાભાગની કોલેજોમાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમની સાથે પણ એક પ્રકારે રાજ્ય સરકાર અન્યાય કરતી હોય તેવું લાગે છે. આ સાથે જ એવો આરોપ પણ લગાવાયો છે કે કોલેજનું ખાનગીકરણ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ તેની ફીમાં પણ તોતિંગ વધારો થઇ શકે છે.


આ પણ વાંચો:- યુવાનોને નશાની લત લગાડવાનું કામ પૂર જોશમાં, વાપીમાંથી ઝડપાયો MD ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ


આદિવાસી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોની ફી કેવી રીતે ચૂકવશે તે એક મોટો પ્રશ્ન છે. રાજ્ય સરકાર કયા કારણથી આ પ્રકારના મનસ્વી નિર્ણય લઇ રહી છે. તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. સરકારે લીધેલો આ નિર્ણય જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નો ને વાચા આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube