ચેતન પટેલ/સુરત :સુરતમાં પરિસ્થિતિ હવે અમદાવાદ કરતા પણ વિકટ બનતી જઈ રહી છે. આવામાં સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા આટલી સંખ્યામાં દર્દીઓને સાચવવામાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં તાબડતોબ 1 હજાર સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા ડોકટર, નર્સ સહિતના સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. વધતા જતા કેસને લઈ આયોજન કરાયું છે. એમબીબીએસ ઇન્ટરસીપ, પીજી અભ્યાસપૂર્ણ કરનાર તબીબ ફરજમાં જોડાશે. તમામ સ્ટાફની રહેવાની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 24 કલાકમાં 675 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં 201 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ હવે અમદાવાદ કરતા પણ વધી રહ્યાં છે. સુરતમાં હવે કોરોનાના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત થઈ છે. સુરતની સ્થિતિ ગંભીર થવાના એંધાણ છે. ત્યારે સરસાણા કન્વેક્શન હોલમાં કોવિડ 19 હોસ્પિટલ તૈયાર કરવાની મંજૂરી મળી છે. 810 બેડની સુવિધા ઉભી કરવાની તૈયારી કરાઈ છે. જે માટે  6 કરોડનો ખર્ચ કરાશે. તો બીજી તરફ, સાંસદ સી.આર પાટીલની સહાયથી અલથાણ કોમ્યુનિટી હોલમાં 180 બેડની સુવિધા ઉભી કરાઈ છે. આ હોલ પણ શનિવાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સોંપી દેવાશે. જેથી સુરતમાં કોરોનાની સારવાર ઝડપી બનશે.  


આ બે કોવિડ સેન્ટર માટે તાત્કાલિક તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, જેથી તબીબી તથા નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર