સુરત સીટી બસથી દુર રહેજો! ફરી કાળમુખી સીટી બસે નોકરીથી પરત ફરતા યુવકને આપ્યું દર્દનાક મોત
સુરત શહેરમાં સિટી બસ જાણે કાળમૂકી બની હોય એમ કહી શકાય છે. બેફામ રીતે આવી રહેલ સીટી બસ ચાલકે સાયકલ ચાલકને અડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું છે.
ચેતન પટેલ/સુરત: શહેરમાં સીટી બસનો કહેર યથાવત છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસે મનપાની સીટી બસે સાયકલ ચાલક યુવકને કચડી નાખતા મોત નીપજ્યું છે. બસ ચાલક પૂર ઝડપે આવી રહ્યો હતો. સાયકલ ચાલકને અડફેટે લઈ લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.
GST કલેક્શનથી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, એપ્રિલ 2023માં GSTથી થઇ આટલી આવક
સુરત શહેરમાં સિટી બસ જાણે કાળમૂકી બની હોય એમ કહી શકાય છે. બેફામ રીતે આવી રહેલ સીટી બસ ચાલકે સાયકલ ચાલકને અડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બીજી બાજુ બસ ચાલક રસ્તા પર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ ખટોધરા પોલીસને થતા તાત્કાલિક એ સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રણ દિવસ બાદ સક્રિય થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ, આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ દીપ મંગલ સોસાયટીમાં રહેતો 48 વર્ષે અલ્પેશભાઈ બહેરા પાંડેસરા ખાતે આવેલ મિલમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતા હતા. આજરોજ તેઓ નોકરી પરથી પરત ફરી સિવિલ હોસ્પિટલ પાસેથી સાયકલ પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કાળમુખી બનીને આવેલી સીટી બસએ અલ્પેશભાઈને અડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારને થતા તાત્કાલિક પરિવારના લોકો દોડી આવ્યા હતા અલ્પેશભાઈ ને મૃત હાલતમાં જોઈ શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
વડોદરામાં ચાઈનીઝ ઠગોના લોન કૌભાંડનો પર્દાફાશ:મેટ્રિક નાપાસ ભેજાબાજોએ કર્યું કરોડોનું
નજરે જોનાર રાહદારી મોહમ્મદ કુરેશીએ જણાવ્યું હતું કે, સાયકલ ચાલક એક સાઇડથી સાયકલ પર જઈ રહ્યા હતા અચાન પૂર ઝડપે આવી રહેલી સીટી બસ ચાલકે ટક્કર મારી કચડી નાખતા સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ બસ ચાલક આગળ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલ તો સમગ્ર મામલે ખટોદરાપોલીસે બસને કબજે લઈ બસ ચાલક વિરોધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણાની યુવતીની હત્યામાં મોટો ખુલાસો; મોબાઈલથી ઉકેલાયો ભેદ, આટલી ક્રુરતાથી હત્યા..