ચેતન પટેલ, સુરત:  શહેરના કરોડપતિ કાપડ વેપારીની દીકરી સંયમનો માર્ગ અપનાવશે. સુરતના કરોડપતિ કાપડના વેપારીની દીકરી સંસારી મોહ માયા છોડી હવે સંયમનો માર્ગ અપનાવવા જઇ રહી છે. 28મી જાન્યુઆરીએ આ દીકરી કરોડો રૂપિયાની સંપત્તિ છોડીને સંયમના માર્ગ પર જશે. મૂળ રાજસ્થાની અને હાલ સુરતના મજૂરાગેટ કૈલાસનગર ખાતે રહેતા અતુલ જૈન કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમાં એક દીકરી માનવી અને એક પુત્ર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવર્ણ અનામત: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ઘર-જમીનની મર્યાદા હટી, માત્ર 8 લાખ આવકની શરત લાગુ


માનવી પહેલેથી જ લકઝૂરિયસ કાર તથા બ્રાન્ડેડ કપડાંની શોખીન છે. જો કે હવે માનવી લકઝૂરિયસ લાઇફ છોડીને સંયમનો માર્ગ અપનાવવા જઇ રહી છે. માનવી આચાર્ય ગુણરત્ન સૂરીના સાનિધ્યમાં મજૂરાગેટ સ્થિત નેમિનાથ ઉપાશ્રયમાં દીક્ષા લેશે. સંસારની મોહ-માયા ત્યાગીને માનવી જૈન હવે સંયમના માર્ગ પર ચાલશે. 


હોમિયોપેથિક દવા પીવાથી 6 વર્ષના બાળકનું મોત, પરિવારજનોનો ભારે હોબાળો


માનવીએ જણાવ્યું હતું કે, સન્યાસી જીવન શ્રેષ્ઠ છે. મૃત્યુ બાદ પણ મનુષ્યને માત્ર દુઃખ જ મળે છે. જેથી આત્માના કલ્યાણ માટે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સંન્યાસી જીવન મને વધારે સારું લાગે છે. માનવીએ એમકોમનું રિઝલ્ટ સુદ્ધા જોયું ન હતુ. દીક્ષા લીધા બાદ માનવીને નવું નામ આપવામાં આવશે અને ત્યારબાદ જીવનભર માનવીને તે નામથી ઓળખવામાં આવશે. માનવીએ પોતાનું M.COMનું ભણતર રાજસ્થાનના પાલીથી કર્યું છે. જેમાં તેને 60 ટકા માર્ક મેળવ્યા હતા. માનવીએ સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય લીધો હતો,જેથી તેણીએ પોતાનું રિઝલ્ટ સુધ્ધા જોયુ નહોતું. 


ટેરર ફંડિંગ: NIAએ FIFના સુરત સહિત દેશભરમાં 8 સ્થળો પર તપાસ હાથ ધરી, મહત્વના દસ્તાવેજો મળ્યાં


માનવીનું સપનુ હતુ કે તે સિંગર બને પરંતુ વર્ષ 2017માં સુરતના રામ પાવનભુમીમાં 48 દિવસ સુધી ઉદ્યાન મહોત્સવમાં ભાગ લીધો ત્યારબાદ તેને સંયમના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો હતો. હાલ તો જ્યારે માનવી દીક્ષા ગ્રહણ કરવા જઇ રહી છે ત્યારે તેના પરિવારજનોમાં ખુબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનો દ્વારા દીક્ષાગ્રહણ કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે.


ગુજરાતના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...