હોમિયોપેથિક દવા પીવાથી 6 વર્ષના બાળકનું મોત, પરિવારજનોનો ભારે હોબાળો

સુરતના પલસાણા ખાતે હોમિયોપેથિક દવા આપ્યા બાદ વહેલી સવારે 6 વર્ષના બાળકનું મોત નીપજતા પરિવારજનોએ સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જ્યાં સુધી હોમિયોપેથિક દવા આપનાર તબીબ વિરુધ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સધી બાળકનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો.

હોમિયોપેથિક દવા પીવાથી 6 વર્ષના બાળકનું મોત, પરિવારજનોનો ભારે હોબાળો

ચેતન પટેલ, સુરત: સુરતના પલસાણા ખાતે હોમિયોપેથિક દવા આપ્યા બાદ વહેલી સવારે 6 વર્ષના બાળકનું મોત નીપજતા પરિવારજનોએ સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. જ્યાં સુધી હોમિયોપેથિક દવા આપનાર તબીબ વિરુધ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સધી બાળકનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો.

સુરતના પલસાણા વિસ્તારમા રહેતા કામકાપ્રસાદ યાદવ મીલમાં મજૂરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. જે પૈકી છ વર્ષીય અંશને ચાર દિવસ અગાઉ ઘર પાસે ચાલી રહેલા કેમ્પમાં હોમિયોપેથિક દવા પીવડાવવામાં આવી હતી. જો કે દવા પીધા બાદ અંશની તબિયત લથડી હતી. ત્યારબાદ પરિવારજનોએ દવા આપનાર તબીબનો સંપર્ક કર્યો ત્યારે તેમણે લીંબુ પાણી પીવડાવવા જણાવ્યું હતુ. જો કે અંશની તબીયત વધુ લથડી પડી હતી. જેથી પરિવારજનોએ અંશને ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેને સ્મીમેર હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. 

બે દિવસની સારવાર બાદ આજે વહેલી સવારે અંશનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયુ હતુ. પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી તબીબ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો તેઓની આ માંગ નહી સંતોષાય તો તેઓ દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. 

આગલા દિવસે ચીઠ્ઠી આપવામા આવી હતી
દવા આપવાના આગલા દિવસે કેમ્પ કરનાર ગોવિંદ નામના ઇસમ દ્વારા સોસાયટીમા ચિઠ્ઠી અપાઈ હતી. બીજે દિવસે હોમિયોપેથીકની દવા લેવા બોલાવવામાં આવ્યા હતા. આસપાસના પાડોશીઓ સાથે બાળક અંશને તેની માતા લઇને ગઇ હતી.

ગોવિંદનો કયાય પત્તો નહીં
હાલ તો પલસાણા પોલીસે આ બનાવમાં મૃતક બાળકના પરિવારજનોના નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી છે. સાથોસાથ દવા આપનાર તબીબની પણ શોધખોળ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોનો ફોન પણ ગોવિંદ ઉઠાવી રહ્યો નથી. પલસાણા પોલીસની એક ટીમ ગોવિંદના ઘરે તેને શોધવા પહોંચી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news