સુરત : કોરોનાને કારણે શહેરના મુખ્ય બે ઉદ્યોગ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી છે. આગામી સમયમાં હીરા ઉદ્યોગને ફરી બેઠો કરવા માટે હીરા બજારમાં સમય વધારવાની માંગ ઉઠી રહી છે. સાથે જ હીરાના કારખાનામાં પ્રોડક્શન વધારવા માટે 1ના બદલે 2 કારીગરોને બેસવા દેવાની પરવાનગી માંગવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: થલતેજની ઉદ્ગમ સ્કુલની દાદાગીરી, ફી નહી ભરનાર વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકાવ્યો

હીરા ઉદ્યોગમાં કેસ વધતા હીરા ઉદ્યોગ નહીવત્ત પ્રમાણમાં ચાલી રહ્યો છે. 31 જુલાઇ બાદ હીરા ઉદ્યોગને ફરી ધમધમતો કરવા માટે નિમોમાં ફેરફાર કરવાની માંગ ઉઠી રહી છે. સંક્રમણથી બચવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસેસ તૈયાર કરવા અંગે પણ તૈયારી દર્શાવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન અને ત્યાર બાદ સંક્રમણના કારણે માર્ચ મહિનાથી જ હીરા ઉદ્યોગની માઠી દશા બેઠ છે. જેના કારણે સેંકડો કારીગરોની ખુબ જ કફોડી સ્થિતી સર્જાઇ છે. 


વડોદરા: બરોડા ઇમેજિંગ સેન્ટરમાં જતી એમ્બ્યુલન્સનો સ્થાનિકોનો વિરોધ, સારવાર દરમિયાન મોત

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત કોર્પોરેશન દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરમાં બપોરે 2થી સાંજે 6 વાગ્યા સુધી જ છુટ આપી હતી. ઉપરાંત એક ઘંટી પર એક જ વ્યક્તિને બેસવાની છુટ અપાઇ હતી. જો કે હવે દરેક ઘંટી પર બે વ્યક્તિ અને સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી કરવાની માંગ કરવામાં આવી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube