Surat News સુરત : હોમિયોપેથી ડોક્ટર બ્રેન્ડેડ થતાં પરિજનોએ તેમના ઓર્ગન ડોનેશનનો નિર્ણય લીધો હતો. આમ, હોળીના દિવસે એક જિંદગીએ 7 લોકોના જીવનમાં રંગ ભર્યા હતા. જાણીતા હોમિયોપેથી ડોક્ટરના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં હૃદય દાનની 51મી અને ફેફસાના દાનની 24મી ઘટના બની છે. 47 વર્ષીય હોમિયોપેથી તબીબના હૃદય અને ફેફસાનું દાન કરાયુ હતું. સુરતના સિટી લાઈટ ખાતે રહેતા 47 વર્ષીય દેવાંગભાઈના અંગોનું દાન કરી પરિવારે માનવતા મહેંકાવી છે. ડો.દેવાંગભાઈને અચાનક ચક્કર આવતા પરિવારે તેમની સારવાર શરૂ કરાવી હતી. MRI કરાવતા મગજમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. જે બાદ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં મગજની એન્જીયોગ્રાફી કરાવતા મગજમાં લોહીની નસમાં બ્લોકેજ હોવાનું બહાર આવ્યું હતું. 


કેડિલાના ફાર્માના રાજીવ મોદીની તબિયત લથડી, ચાલુ કાર્યક્રમમાં લથડીને પડી ગયા


20 માર્ચના રોજ તેમની મગજની નસમાં સ્ટેન્ડ બેસાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જ્યાં 22મી માર્ચના રોજ તેઓને બ્રેઇન્ડેડ જાહેર કરાયા હતા. આવામાં તેમના મિત્ર કેતન જરીવાલાએ ડો.દેવાંગભાઈના પરિવારજનો સામે અંગદાનનો વિષય મૂક્યો હતો. આમ, પરિવાર સહમત થતા ઓર્ગન દોનેટ લાઈફ સંસ્થા દ્વારા ડો.દેવાંગભાઈના અંગદાનનો સ્વીકાર કરાયો હતો. 


પરિવારની સંમતિ બાદ હ્ર્દયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 48 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની હોસ્પિટલમાં કરાયું. જ્યારે ફેફસાનું દાન જામનગરના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં કરાયું. લીવર અને કિડની અમદાવાદની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. હૃદય, ફેફસાં, કિડની અને લીવર હવાઈ માર્ગે અને રોડ માર્ગે અમદાવાદ પહોંચાડવા બે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા. આમ, બ્રેન્ડેડ હોમિયોપેથી તબીબના અંગોનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન અપાયું. 


સત્તાના નશામાં નેતાજી ભૂલ્યા ભાન! ભાજપના નેતાએ મતદારને ભાંડી મણ મણની ગાળો