લોકોને ટ્રાફિકના પાઠ શીખવાડનાર યુટ્યુબર પિયુષ ધાનાણીએ પોતે રોંગ સાઈડ ગાડી ચલાવી અકસ્માત કર્યો
Piyush Dhanani Wrong Side Video : સુરતમાં ટ્રાફિકના નિયમો શીખવાડતા પિયુષ ધાનાણીએ રોંગસાઈડમાં વાહન ચલાવી યુવકને મારી ટક્કર... પિયુષ ધાનાણીએ મોબાઇલમાં લાઈવ કરી પોતે અકસ્માત સર્જ્યો હોવાની કરી કબૂલાત... ઈજાગ્રસ્ત યુવકનો ખર્ચ ઉપાડી તેને પગાર આપવાનું પણ જણાવ્યું
Surat News : લોકોને જ્ઞાન આપનારા જ્યારે પોતે જ ભૂલ કરી બેસે ત્યારે શું થાય. આવુ જ કંઈક સુરતના જાણીતા યુટ્યુબર પરેશ ધાનાણી સાથે થયું. ટ્રાફિક જાગૃતિ શીખવતાં પિયુષ ધાનાણીએ પોતે રોંગસાઈડ વાહન હંકારી યુવકને ઉડાવ્યો હતો. આમ, પિયુષ ધાનાણીએ અકસ્માત કરતા જ લોકોએ તેમનો ઉઘડતો લીધો હતો.
લોકોને ટ્રાફિક નિયમનાં પાલન માટે રસ્તે રોકી લાઈવ કરતાં પિયુષ ધાનાણીએ ખુદ એક્સિડન્ટ સર્જ્યો હતો. પોતે રોંગ સાઈડ વાહન હંકારી બાઇક સવારને અડફેટે લઈ ઈજા કરી વિવાદમાં આવ્યા છે. તેથી લોકો ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલાં લોકોએ પિયુષ ધાનાણી પાસે તેમનાં જ મોબાઇલમાં લાઇવ કરી પોતે અકસ્માત કર્યાની કબુલાત કરાવી હતી.
આ બાદ પિષુય ધાનાણીએ આઉટર રિંગ રોડ ઉપર રોંગ સાઇડ વાહન હંકારી અકસ્માત કર્યાની કબુલાત કરી હતી. પિયુષ ધાનાણી વિડીયોમાં જણાવી રહ્યા છે કે તેમનાથી ભૂલ થઈ છે અને આ યુવકનો હોસ્પિટલનો ખર્ચો તથા અકસ્માતને કારણે તે જેટલાં દિવસ ઘરે રહેશે તે પ્રમાણે તેની નોકરીનો જે પગાર હશે તે પણ આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
વાવની બેઠક હવે વર્ચસ્વની લડાઈ બનશે, કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને આપશે ટિકિટ
વધુમાં પિયુષ ધાનાણી વિડીયોમાં બોલી રહ્યા છે કે અકસ્માતનમાં પોતાને પણ પગમાં વાગ્યું છે. 7 મી એપ્રિલે અહીં અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને તંત્રએ અહીં સ્પીડ બ્રેકર નહિ મૂક્યા હોઈ લોકોને જાગૃત કરવા વીડિયો બનાવી રહ્યો હતો, ત્યારે એક બસ રોંગ સાઈડ જતાં તેને રોકવા પીછો કરવાની લ્હાયમાં પોતે આ બાઇક સવાર સાથે ભટકાઇ પડ્યા હતા.
મહિલાએ પિષુય ધાનાણીને માર માર્યો હતો
સોશિયલ મીડિયામાં રચ્યા પચ્ચા રહેતા યંગસ્ટર્સ પિયુષ ધાનાણી નામથી વાકેફ છે. થોડા સમય પહેલા જ સુરતના આ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ રોગ સાઈડમાં આવતા વાહનોને રોકવા જતા લોકોના રોષનો ભોગ બન્યો હતો, અને લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે હવે આ ફેમસ એક્ટિવિસ્ટે બીજીવાર માર ખાધો છે. ચાલુ મોપેડ પર ફોન પર વાત કરતી મહિલાને અટકાવવા જતા મહિલાએ પિયુષ ધાનાણીને લાફા ઝીંક્યા હતા.
આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર : અહી ધીમું પડ્યું ચોમાસું