તેજશ મોદી, સુરત: સુરત (Surat) ના હજીરામાં આવેલા ONGCના પ્લાન્ટમાં બોમ્બે હાઈથી આવતી મેઈન પાઈપલાઈનમાં લીકેજ (Gas Leakage) ના કારણે વહેલી સવારે એકપછી એક 3 વિસ્ફોટ બાદ આગ(Fire)  ફાટી નીકળી. ધડાકાના કારણે આજુબાજુના ઘરોના કાચ પણ તૂટી ગયા અને લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા. ફાયરીની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, ઓએનજીસી દ્વારા સવારે ટ્વીટ કરીને જાણ કરવામા આવી કે, આગ કાબૂમાં છે અને કોઈ જાનહાનિ થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલા ONGCના પ્લાન્ટમાં મુંબઈથી આવતી મુખ્ય ગેસ પાઈપ લાઈનમાં ગેસ લીકેજના કારણે આ આગ લાગી. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે 5-6 કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાની શક્યતા છે. સુરતના જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ ONGC ટર્મિનલની બાજુમાં ગેસ લીકેજ થતા આગ લાગી. સવારે 3.05 વાગે લીકેજના કારણે ધડાકા થયા. હાઈડ્રો કાર્બન ગેસ લીકેજ થતા આ ધડાકા થયા. જે પાઈપલાઈનમાં લીકેજના કારણે ધડાકા બાદ આગ ફાટી નીકળી તે મુંબઈ હાઈ લાઈન હાલ બંધ કરી દેવાઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીના અવરજવરના હાઇવેના રસ્તાઓ બંધ કરાયા હતા. દુર્ઘટના સ્થળેથી પણ લગભગ તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. 


[[{"fid":"284140","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_ongc_fire_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_ongc_fire_zee3.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_ongc_fire_zee3.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_ongc_fire_zee3.jpg"}},"link_text":false,"attributes":{"alt":"surat_ongc_fire_zee3.jpg","title":"surat_ongc_fire_zee3.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


કોઈ જાનહાનિ નથી - ઓએનજીસી 
ઓએનજીસી ઓથોરિટી દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે, હજીરાના ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં આગનો બનાવ બન્યો હતો. આ આગને કાબૂમાં લેવાઈ ગઈ છે. તેમજ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 


આ ગેસ પાઇપ લાઇન 240 કિલોમીટર લાંબી છે. આગને કાબૂમાં લેવામાં ઘણા કલાકો લાગી શકે છે. આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી લોકોના ઘરની ગેલેરી અને ધાબા પરથી જોવા મળી હતી. લોકો ડરના માર્યે ઘરની બહાર આવી ગયા હતા. 


જુઓ LIVE TV


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube