ચેતન પટેલ, સુરત: સુરત (Surat) ના એક મકાનમાં ઈંટો તરતી નજરે જોવા મળે છે. આ અદભુત કારીગરીના કારણે મકાનની બહાર બનાવવામાં આવેલા એલિવેશનની પસંદગી આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ છે. પ્રથમ વાર જ્યારે લોકોની નજર આ મકાન પર પડે છે, ત્યારે લોકો આશ્ચર્યમાં મુકાઇ જાય છે કે ,કેવી રીતે આ ઈંટો ( Brick) ને હવામાં તરતી મુકવામાં આવી છે. ઇંગ્લેન્ડ (England) ખાતે બ્રિક્સ ડેવલપમેન્ટ એસોસિએશન ( Brick Development Association )માં સુરત (Surat) ના આર્કિટેક આશિષ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટને ઇન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Viral Audio: રક્ષાબંધન પહેલાં સાસરીયાના ત્રાસને લીધે મોતને વ્હાલુ કરનાર બહેને ભાઇને ફોન કરી વર્ણવી આપવીતી, સાંભળી આંખો થઇ જશે ભીની


જોતા જ લાગે કે ઈંટો હમણા જ પડી જશે
આમ તો જ્યારે મકાન બનાવવામાં આવતું હોય છે, ત્યારે બન્ને ઈંટો ( Brick) ને જોડવા માટે સિમેન્ટ ભરવામાં આવે છે, જેથી દિવાલ પાકી બની રહે અને મજબૂતાઈથી ઉભી રહે, પરંતુ સુરતના કોસાડ વિસ્તાર ખાતે આવેલા એક મકાનમાં બે ઈંટો ( Brick) વચ્ચે આશરે બેથી ત્રણ ઇંચનો ગેપ જોવા મળે છે. આ અદભૂત નજારો જોઇ લોકોને લાગે છે કે ઈંટો હવામાં તરી રહી છે. તમામ ઈંટો એક જ લાઇનમાં નહી, પરંતુ ઈંટો સમુદ્રની લહેરોની જેમ ઉપર નીચે હોય તેમ લાગે છે. 


આ જ કારણ છે કે એને ફ્લોટિંગ બ્રિક્સ (Floating Bricks) કહેવાયું છે. લોકોને જોઈને લાગે છે કે હવે ઈંટો પડી જશે. પરંતુ ઈંટો મજબૂતાઈથી રાખવામાં આવી છે.આ કમાલ સુરતના આર્કિટેક્ટ આશિષ પટેલ (Ashish Patel) દ્વારા કરવામાં આવી છે, જેની નોંધ વિશ્વભરના લોકો લઇ રહ્યા છે. સુરતના કોસાડ વિસ્તાર ખાતે તેઓએ આ એલિવેશનની ડિઝાઇન કરી છે. ઇંગ્લેન્ડ ખાતે બ્રિક મેનજમેન્ટ એસોસિએશન દ્વારા બાંધકામ વ્યવસાયમાં વાપરવામાં આવતી ઇંટ ( Brick) નો ઉપયોગ કરીને સમગ્ર વિશ્વના વિવિધ આર્કિટેક્ટ (Architect) દ્વારા અવનવા પ્રયોગ કરવામાં આવતા હોય છે. આ સ્પર્ધાના માપદંડ મુજબ યોગ્ય રીતે રહેણાંક, વ્યવસાયિક બાંધકામ, નાના કદના બાંધકામ તેમજ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામમાં ઇનોવેટિવ બ્રિક વર્ક કરનારાઓને બ્રિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

Live Gang War: સુરતનો આ વિસ્તાર માથાભારે તત્વો માટે બન્યો એપી સેન્ટર, વધુ એક ગેંગવોર સર્જાતા વાતાવરણ બન્યું તંગ


ભારત (India) માંથી માત્ર સુરતના આર્કિટેક (Architect) આશિષ પટેલ દ્વારા બનાવવામાં આવેલા તૈયાર ફ્લોટિંગ બ્રિકને આ એવોર્ડ (Award) માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. આશિષ પટેલ દ્વારા સુરત (Surat) ના અમરોલી કોસાડ નજીક નિર્માણ કાર્યને પ્રોજેક્ટ તરીકે મોકલવામાં આવ્યો હતો, જેની પસંદગી કરવામાં આવી છે. આ કેટેગરીમાં ભારત સહિત બેલ્જિયમના 3 પ્રોજેક્ટ અને સ્વિઝરલેન્ડ તેમજ ઈરાનના પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. 10 નવેમ્બરના રોજ પસંદગી પામેલી બિલ્ડિંગો પૈકી બેસ્ટ બિલ્ડીંગનો એવોર્ડ (Award) લંડન ખાતે યોજાનારી એવોર્ડ સેરેમનીમાં આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube