બળાત્કારીઓને ફાંસીને માંચડે ચડાવશે આ નવી ટેકનોલોજી, સુરતના હવસ ખોર સામે 13 દિવસમાં ચાર્જશીટ
Surat Rape Case : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર સામે કડક કાર્યવાહી... નરાધમ સામે 13 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી... નવી ટેક્નોલોજી મુજબ ફેસ એનાલિસીસ કરી ટેસ્ટ પુરાવામાં મુકાયો
Surat News ચેતન પટેલ/સુરત : સુરત પંડોળમાં ઘર સામે રમતી ચાર વર્ષીય બાળકીનું ચોકલેટની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી અંકિત ગૌતમ વિરુદ્ધ ઝડપથી ન્યાયિક પ્રક્રિયા ચલાવી શકાય તે માટે ચોકબજાર પોલીસે ૧૩ દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે.આ સાથે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તે માટે અપીલની તૈયારી પણ કરી છે. પોલીસે આ કેસમાં ફેસ 1 અને ગેટ એનાલિસિસ ટેસ્ટ ઉપર ભાર મૂક્યો હતો. એફએસએલ પાસે કરાયેલા ટેસ્ટનાં વિવિધ સેમ્પલ્સને પણપુરાવા તરીકે મૂક્યા છે.
- ચોક બજારમાં વર્ષની બાળકીને પીંખનાર હવસ ખોર સામે 13 દિવસમાં ચાર્જશીટ
- નવી ટેક્નોલોજી પ્રમાણે ગેટ અને ફેસ એનાલિસિસ ટેસ્ટ પુરાવા તરીકે મુકાયો
- બને ટેસ્ટ પોઝેટીવ આવતાં તેને સુરત અને ગાંધીનગર લેબમાં અભિપ્રાય આપવામાં આવ્યો હતો
- 27 વર્ષય નરાધમ અંકિત એ ચોકલેટ ની લાલચ આપી તેનું અપહરણ કરી તેની સાથે આચરૂં હતું દુષ્કર્મ
- આરોપી ને જલ્દી થી જલ્દી સજા થાઈ તે માટે કેશ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો છે
ગુજરાતીઓ પર મોંઘવારીનો વધુ એક માર! મોંઘા થયા શાકભાજી, લીંબુના ભાવ આસમાને
ફેબ્રુઆરીના મંગળવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં પંડોળ વિસ્તારમાં ચાર વર્ષની બાળકી તેના ઘર બહારથી ગુમ થઇ હતી. અગિયારેક વાગ્યાના અરસામાં બાળકી વેડરોડ અખંડ આનંદ કોલેજ પાસે રોડ પર નગ્ન અને ગુપ્ત ભાગેથી લોહીલુહાણ અવસ્થામાં મળી આવી હતી.પોલીસે સીસીટીવી ચેક કરતાં પીળું ટી-શર્ટ, કાળુ પેન્ટ અને ટોપી પહેરીને આવેલો શંકાસ્પદ યુવક બાળકીનું અપહરણ કરી જતો દેખાઈ આવ્યો હતો. પંડોળમાંથી જ હવસખોર અંકિત ઓમપ્રકાશ ગૌતમ ની ધરપકડ થઈ હતી.
ભાજપ હવે કોર ઉંદરોની પાર્ટી : દીકરા સામે જ ગુજરાતમાં બાપે મોરચો માંડ્યો
આ કેસ ઝડપથી ચાલે તે માટે બનાવાયેલી એસઆઇટીએ ૧૩ દિવસમાં જ ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી હતી. ૪૦૦ પાનાની ચાર્જશીટમાં પોલીસે નવી ટેક્નોલોજીથી મેળવેલા પુરાવાને વધુ પ્રાધાન્ય આપ્યું હતું. જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા તેમાં દેખાતી વ્યક્તિ અને ધરપકડ કરાયેલો આરોપી એક જ છે તે સાબિત કરવા ગેટ એનાલિસિસ અને ફેસ એનાલિસિસ ટેસ્ટની મદદ લેવાઈ હતી. આ બંને ટેસ્ટ પોઝિટિવ હોવાનું સુરત અને ગાંધીનગરની એફએસએલનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ ટેસ્ટને પુરાવા તરીકે મૂકવાની સાથે આરોપીના સ્પર્મ, બ્લડ રિપોર્ટ અને સાંયોગિક પુરાવા પણ રજૂ કર્યા છે.
ભાજપનો સૌથી મોટો ભરતી મેળો : રાજકારણના 5 મોટા માથાના એકસાથે કેસરિયા, 2500 જોડાયા