ભાજપનો સૌથી મોટો ભરતી મેળો : રાજકારણના 5 મોટા માથાએ એકસાથે કેસરિયા કર્યાં, 2500 જોડાયા
Gujarat BTP Leader Join BJP With Supporter : BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા 800 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા, આપ-કોંગ્રેસના અનેક કાર્યકરોએ પણ કેસરિયો ધારણ કર્યો
Trending Photos
loksabha elections : લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપ તરફી જુવાળ જોવા મળી રહ્યાં છે. ભાજપે ભરતી મેળો શરૂ કરીને મોટી સંખ્યામા લોકોને આવકારી રહ્યું છે. ત્યારે આજે કમલમમાં ભાજપનો સૌથી મોટો ભરતી મેળો થયો હોય એમ કહી શકાય. રાજકારણના પાંચ મોટા નેતાઓ તથા વિવિધ પાર્ટીના કાર્યકરો સહિત કુલ 2500 લોકો ભાજપમાં સામેલ થયા છે. કમલમમાં આજે આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેસરિયા કર્યાં. જેમાં BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા 800 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. તો કોંગ્રેસના બનાસકાંઠાના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે.
1. મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ અને પૂર્વ બીટીપી અધ્યક્ષ
2. પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ
3. પૂર્વ સીએમ છબીલદાસ મહેતાના પુત્રી સુનીતાબેન જોડાયા
4. AAP અમદાવાદના નેતા સંજય મોરી
5. ફતેસિંહ વસાવા, ઝઘડિયાના કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે
તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે હવે વધુ એક નેતા ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. ભાજપ હવે આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડવાની તૈયારીમાં છે. BTP પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટરો સહિત આપ અને કોંગ્રેસના કુલ 1200 કાર્યકરો ભાજપમાં જોડાશે. મહેશ વસાવા સાથે BTPના અનેક કાર્યકરોનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. તેમના 800 સમર્થકોએ કેસરિયો કર્યો છે.
મહેશ વસાવાથી છોટુ વસાવા નારાજ
BTP પ્રમુખ અને પૂર્વ MLA મહેશ વસાવા ભાજપમાં જોડાશે. તેઓ પોતાના સમર્થકો સાથે આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે. AAPના OBC મોરચાના પ્રમુખ પણ ભાજપમાં જોડાશે. તો અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે. તેઓ 200 કારના કાફલા સાથે 1200 થી વધુ BTPના કાર્યકરો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. લોકસભા ચૂંટણી પહેલા BTD અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવા જતા છોટુ વસાવા નારાજ થયા છે. આ કારણે હવે છોટુ વસાવા નવી પાર્ટી બનાવશે. છોટુ વસાવાના આ સ્ટેન્ડ બાદ રાજકારણ ગરમાયું છે. રાજનીતિના રણમાં પિતા અને પુત્ર સામસામે આવી ગયા છે. મહત્વનું છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીના સમયે પણ મહેશ અને છોટુ વસાવાના આંતરિક મતભેદ સામે આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે