ફ્રી પિત્ઝાનો સ્વાદ માણનાર સરકારી અધિકારીને મોકલાઈ નોટિસ, વીડિયો થયો હતો વાયરલ
Free Pizza Issue In Surat : સુરતમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક સરકારી અધિકારીએ પિત્ઝા લીધા બાદ એક દુકાનદારને રૂપિયા ચૂકવ્યા ન હતા... ત્યારે હવે આ મામલે ગંભીર નોંધ લેવાઈ છે
Suart News ચેતન પટેલ/સુરત : સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત વિવાદમાં આવતા રહે છે. ક્યાંક પૈસા લેતા ઝડપાઈ જાય છે તો ક્યાંક પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને રૂપિયા પડાવવાની વાત પણ સામે આવતી રહે છે. ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરે પિત્ઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ત્યારે આ સરકારી અધિકારીને નોટિસ મોકલી ખુલાસો માંગવામાં આવ્યો છે.
વીડિયો થયો હતો વાયરલ
સુરતના નાણાવટ ખાતે આવેલા ક્રિસ્પીટોઝ નામક ફાસ્ટ ફુડની દુકાન આવેલી છે. જ્યાં રૂપિયાની ચૂકવણી કર્યા વિના જ પિત્ઝા અને બર્ગર લઈ જનારા સરકારી કર્મચારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે અંગે તપાસ હાથ ધરવામાં આવતાં સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો રાજેશ નામક એ.એસ.આઈ. હોવાનું જાણવા મળ્યું હતું. મનપાના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતાં વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું.
આ માસુમ ચહેરો ભલભલાને આપે છે પડકાર, 80 કિલો વજન હસતા હસતા ઉપાડી લે છે
આરોગ્ય વિભાગે ગંભીર નોંધ લીધી
ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા મફતમાં પિત્ઝા અને બર્ગરનો સ્વાદ લેનારા એએસઆઈ રાજેશને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા કૃત્યથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચાએ જોર પકડ્યો છે. આ પ્રકારે ઘણા અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને પરેશાન કરતા હોવાની પણ વાત ચર્ચામાં આવી હતી. જે તે દુકાનમાં ખાણીપીણીના ખોરાકને તપાસ કરવાનું કહીને પણ ખાણીપીણીની વસ્તુ પોતાના ઘરે લઈ જતા હોવાના આક્ષેપો થતા રહે છે તેવુ સામે આવ્યું છે. ત્યારે મફતનું ખાવામાં રસ ધરાવનારા આ સરકારી જમાઈને આખરે નોટિસ મોકલાઈ છે.