આ માસુમ ચહેરો ભલભલાને આપે છે પડકાર, 80 કિલો વજન હસતા હસતા ઉપાડી લે છે
Surat Kid Success Story: સુરતનો 6 વર્ષના યતિ જેઠવાનું વજન 27 કિલો માંડ છે, પણ પાવરલિફ્ટીંગ કરવામાં તે બધાનો બાપ છે
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : જે ઉંમરે બાળકો રમકડાં સાથે રમે છે, તે ઉંમરે સુરતનો એક ટેણિયો ભલભલાને અચંબિત કરી રહ્યો છે. 6 વર્ષીય યતિ જેઠવા ઓલમ્પિક બારબર્લ અને ભારે પ્લેટ્સ સાથે પાવરલિફ્ટિંગ કરે છે. આ ઉંમર તેની રમકડાથી રમવાની છે, ડિજિટલ યુગમાં બાળકોના હાથમાં મોબાઈલ ફોન હંમેશા જોવા મળે છે. ત્યારે યતિના હાથમાં મોબાઈલને બદલે પાવરલિફ્ટીંગ પ્લેટ હોય છે. યતિ પોતાના નાજુક હાથોથી પાવર લીફ્ટિંગ માટે ભારે પ્લેટ ઊંચકે છે. પાવર લિફ્ટિંગમાં શ્રેષ્ઠ વ્યક્તિને પણ નવાઈ લાગશે કે આટલી નાની ઉંમરમાં એક બાળક કેવી રીતે પોતાની ઉંમરથી મોટા લોકોને પડકારી રહ્યો છે.
80 કિલો વજન ઉંચકે છે આ બાળક
સુરતમાં રહેતા 6 વર્ષિય યતિ જેઠવાને જોઈને કોઈ વિશ્વાસ નહીં કરે કે આ માસૂમ ચહેરો ભલભલા લોકોને પણ પડકાર આપી શકે છે. માસૂમ ચહેરા અને નાની ઉંમરના આ છોકરાને જોઈને કોઈ અંદાજ નહીં લગાવે કે માત્ર 6 વર્ષની ઉંમરે તે 80 કિલો વજન ઉપાડી શકે છે. તમને સાંભળીને નવાઈ લાગશે, પરંતુ ગુજરાતના નાના પાવર લિફ્ટરે લોકોને ચોંકાવી દીધા છે.
પોતાનું વજન 27 કિલો છતાં 80 કિલો વજન ઉપાડે છે આ બાળક
યતિ જેઠવાની ઉંમર ભલે 6 વર્ષની હોય પરંતુ અત્યાર સુધીમાં તેણે પાવર લિફ્ટિંગ અને વેઈટ લિફ્ટિંગમાં 17થી વધુ મેડલ જીત્યા છે. યતિ જેઠવા ધોરણ 1 માં અભ્યાસ કરે છે. તેના પિતા રવિ જેઠવા શિક્ષક અને જિમ ટ્રેનર છે. પિતા રવિ જેઠવા તેના આ ટેલેન્ટ વિશે જણાવે છે કે, જ્યારે યતિ 2 વર્ષનો હતો ત્યારે હું તેને જીમમાં લઈ જતો હતો. ત્યારે અચાનક જ યેતિને જીમમાં પડેલી પાવરલિફ્ટિંગ સામગ્રીમાં રસ પડ્યો. તેની રુચિ જોઈને મેં ધીમે ધીમે તેને પાવરલિફ્ટિંગની તાલીમ આપવાનું શરૂ કર્યું. અગાઉ મને ખ્યાલ નહોતો કે તે આટલું સારું કરી શકે છે. આજે તેની ઉંમર 6 વર્ષની છે અને તેનું વજન 27 કિલો છે, પરંતુ જ્યારે પણ તે કોઈપણ ટૂર્નામેન્ટમાં જાય છે ત્યારે આજે તે 80 કિલો વજન સરળતાથી ઉપાડી શકે છે.
રોજ 2 કલાક જીમમાં ટ્રેનિંગ લે છે યતિ
યતિને જોઈને ભલભલા પાવરલિફ્ટર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, કહેવાય છે કે નાની ઉંમરમાં પાવર લિફ્ટિંગ કરવાથી ઊંચાઈ નથી વધતી પણ એવું નથી. જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો બધું જ શક્ય છે. મને લાગે છે કે મારો દીકરો વેઇટલિફ્ટર બને. તે આ ઉંમરે દરરોજ 2 કલાક જીમમાં ટ્રેનિંગ કરે છે. તેની ઉંમર પ્રમાણે તે 9મી કેટેગરીમાં આવે છે. પરંતુ તે એટલું વજન ઉપાડે છે કે તેની સામે કોઈ ટકી ન શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે