સેલ્ફીના ચક્કરમાં ગયો મહિલાનો જીવ, ધોધના ઊંડા પાણીમાં ગરકાવ થતા મોત
Selfie Craze : વડોદારનું દંપતી રાજપીળળા ફરવા ગયુ હતું. ધોધ પત્ની સેલ્ફી લઈ રહી હતી... સેલ્ફી લેવાના ચક્કરમાં પત્નીનો પગ લપસ્યો હતો અને બેલેન્સ ગુમાવતા તે ધોધના ઉંડા પાણીમાં ગરકાવ થઈ
Trending Photos
Vadodara News : સેલ્ફી અને રીલ્સની પાછળ આજના યુવાઓ ઘેલા થયા છે. સમય, સ્થળ અને સંજોગો ગમે તેવા હોય સેલ્ફી તો લેવી જ પડે તેવુ થઈ ગયું છે. ત્યારે આવી ઘેલછામાં ક્યારેય જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવા અસંખ્યા કિસ્સા છે. ત્યારે વડોદરાની યુવતી સેલ્ફી લેવાના ચક્કરમાં રાજપીપળા નજીક ધોધમાં ડૂબવાનો બનાવ બન્યો છે. યુવતી ફોટા પાડી રહી હતી, ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો, અને તે ધોધના પાણીમાં ગરકાવ થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના વિવિધ કિનારા અદભૂત સૌંદર્યથી ભરપૂર છે. તેમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ હવે આ વિસ્તારમાં ટુરિઝમનો વિકાસ થયો છે. શનિવાર અને રવિવારની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહી ઉમટી પડે છે. આ વિસ્તારમાં અદભૂત નયનરમ્ય ધોધ પણ આવેલા છે. ત્યારે વડોદરાનું એક દંપતી રાજપીપળા ફરવા ગયુ હતું. વડોદરાના દીવાળીપુરા વિસ્તારમાં રહેતા ગીતા ભારતી અને તેમના પતિ જય શંકર ભારતી શનિવાર રવિવારની રજામાં નર્મદા જિલ્લાના પ્રવાસે ગયા હતા.
તેઓ રાજપીપળા નજીકના જીતનગર મામાના મંદિરની પાસે આવેલા ધોધ પર ગયા હતા. પતિ પત્ની ધોધમાં ન્હાવા ગયા હતા. ત્યારે પત્ની પતિ સાથે મોબાઈલમાં સેલ્ફી લઈ રહી હતી. આવામાં અચાનક પત્નીનો પગ લપસી પડ્યો હતો. સેલ્ફી લેવાના ચક્કરમાં પત્નીનો પગ લપસ્યો હતો અને બેલેન્સ ગુમાવતા તે ધોધના ઉંડા પાણીમાં ગરકાવ થઈ હતી.
બીજી તરફ, પત્નીની શોધખોળ કરાતા તેનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. આમ, સેલ્ફી મહિલાના મોતનું કારણ બની હતી. આ પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનું વતની હતું, ત્યારે પત્નીનો મૃતદેહ વડોદરા લાવીને તેના અંતિમ સંસ્કાર કરાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે