વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! 6 વર્ષના બાળક પર ગેટ સાથે દીવાલ પડતા કરૂણ મોત
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ બમરોલી ખાતે શાંતિવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અજય ગૌરનો 6 વર્ષનો પુત્ર અર્પિત ગૌર ઘર પાસે રમી રહ્યો હતો. માતા ઘરમાં કામ કરી રહી હતી
પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરામાં લોખંડના ગેટ સાથે દિવાલ પડી જતા 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. બાળક લોખંડના ગેટ સાથે રમી રહ્યો હતો. લોખંડના ગેટ સાથે બાળક પર દીવાર પડી ગઈ હતી. બાળકને બહાર કાઢી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના હજાર તબીબોએ મૂર્તક જાહેર કર્યો હતો.
ગુજરાતમાં બની રહી છે મજબૂત સિસ્ટમ! આ મહિનામાં ફરી ચક્રવાતની આગાહી, પડશે ભારે વરસાદ
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ બમરોલી ખાતે શાંતિવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અજય ગૌરનો 6 વર્ષનો પુત્ર અર્પિત ગૌર ઘર પાસે રમી રહ્યો હતો. માતા ઘરમાં કામ કરી રહી હતી. દરમિયાન અર્પિત લોખંડના ગેટ સાથે રમી રહ્યો હતો. રમતા રમતા અચાનક લોખંડનો ગેટ દિવાલ સાથે અર્પિત ધસી પડ્યો હતો. ઘટનાને લઈ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, ઇજાગ્રસ્ત હાલતમાં અર્પિતને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ બાળક અર્પિતને મૂર્તક જાહેર કર્યો હતો.
ભારતની કિંમતી ચીજ પરત પરત કરશે બ્રિટન, દેશની આન બાન અને શાન કહેવાય છે વાઘ નખ
મૃત્યું પામનાર બાળકના પિતા ઉધના ખાતે આવેલ રાયકા સર્કલમાં એમ્બ્રોડરી કારખાનામાં કામ કરે છે. તેવો મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના વતની છે. છેલ્લા12 વર્ષથી સુરતમાં 3 પુત્ર અને પત્ની સાથે રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાના વતની છે. તેમનો 6 વર્ષનો પુત્ર અર્પિત પાંડેસરા ખાતે આવેલ સરકારી શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતો હતો.
'ભારત-ફ્રાન્સ વિકાસના નવા રેકોર્ડ બનાવશે', રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પીએમ મોદીની બેઠક
આજ રોજ લોખંડના ગેટ સાથે દિવાલ પડી જવાથી તેમના પુત્રનું મોત નીપજતા પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે. બીજી બાજુ ઘટનાને લઈ પાંડેસરા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ સ્થળે આવી પહોંચી હતી. બાળકના મૂર્તદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થ મોકલી આપ્યો હતો. પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધાયો છે. જ્યારે ઘટનામાં કોણી બેદરકારી છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
PM Kisan: ખેડૂતો માટે જરૂરી સૂચના, ફટાફટ કરો આ કામ, બાકી અટકી જશે પૈસા
મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી નાના બાળકો રમતા રમતા ગેલેરીમાંથી નીચે પડી જવાથી કે પાણી સમજીને એસિડ પી જવાતી મોત નીપજના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જ્યારે વાલીઓ માટે આ તદ્દન લાલબત્તી સમાન કિસ્સાઓ કહી શકાય છે. ફરી આવી રીતના પાંડેસરા ખાતે ઘરના લોખંડના ઘેર સાથે રમી રહેલા બાળક પર ગેટ દીવાલ સાથે પડી જતા મોત નીપજ્યું છે. ત્યારે વાલીઓએ ચેતી જવાની ખૂબ જ જરૂર છે.
7 ચોપડી પાસ ખેડૂતે કોઠાસૂઝથી એન્જિનિયપને શરમાવે તેવી શોધ કરી! એવું સાધન બનાવ્યું કે.