Rain Forecast in Gujarat: ગુજરાતમાં બની રહી છે મજબૂત સિસ્ટમ! આ મહિનામાં ફરી ચક્રવાતની આગાહી, પડશે ભારે વરસાદ
Rain Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. નોંધનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે.
Trending Photos
Rain Forecast in Gujarat: રાજ્યમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળતા લોકો ગેલમાં આવી ગયા છે. ત્યારે હવે વરસાદને લઈને હવામાન શાસત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. નોંધનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરાઇ છે. 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, 22 સપ્ટેમ્બર બાદ બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે. 10થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે આ તરફ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમથી વરસાદ આવશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે. આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના રોજ ભારે પવન ફુકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. આગામી 24 કલાક બાદ રાજ્યમાંથી વરસાદનું જોર ઘટશે. જોકે, આગાહીમાં કચ્છમાં વરસાદની શક્યતા નહિવત છે. આગામી 24 કલાક માટે વરસાદની આગાહી આવી ગઈ છે.
હવામાન વિભાગની આગાહી
આજના દિવસે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે. જોકે, રાજ્યમાં 24 કલાક દરમિયાન થનારા વરસાદની શક્યતાઓ છે જેમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે, જેમાં કેટલાક ભાગોમાં થંડરશાવર પણ થઈ શકે છે. હવામાન વિભાગની વેબસાઈટ પર વરસાદ અંગે તારીખ પ્રમાણે આપવામાં આવેલી માહિતીની વિગતો નીચે મુજબની છે. 10 સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદારા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે 11 અને 12 તારીખે ઉપરના સ્થળો સિવાય સુરતમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે સુરત, નવસારી, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગના અપડેટ અનુસાર, આગામી 24 કલાકમાં સારો વરસાદ રહેશે. ખેડા, પંચમહાલમાં ભારે વરસાદ રહેશે, તો અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદ રહેશે. આ ઉપરાંત છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ આગાહી છે. અમદાવાદમાં 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ 24 કલાક બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. પરંતુ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં વરસાદ ફરી દસ્તક દેશે.
સાત દિવસની આગાહીમાં 14 અને 15મી સપ્ટેમ્બરે દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદ કે થંડરશાવરની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા 24 કલાકની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. જોકે કચ્છમાં 24 કલાક (10 સપ્ટેમ્બર, સવારના 8.30) હવામાન સૂકું રહેવાની આગાહી છે. આજના દિવસે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.
રાજ્યભરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, નવસારી વલસાડ, ડાંગ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા અને સુરતમાં ગતરોજ વરસાદ વરસ્યો હતો. આજે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની જ્યારે ખેડા,પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે..જો કે આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે