ચેતન પટેલ/સુરત: સુરતમાં વિધર્મી એ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરી મુસ્લિમ ધર્મના રીતિ રિવાજમાં રહેવા માટે દબાણ કરતો હતો. લગ્ન પહેલા યુવતીને આવી કોઈ પણ શરતો કરી ન હતી. પરંતુ લગ્ન બાદ વિધર્મી બુરખાં પહેરાવા અને માસ ખાવા માટે સતત દબાણ કરતો હતો. એટલું જ નહીં યુવતીએ વિરોધ કરતા તેને ત્રણ વખત તલાક તલાક બોલી પણ ધમકી આપતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતી ખેડૂતોએ 1600 કરોડ પાછા આપવા પાડશે: 4.52 લાખ ખેડૂતોનું બન્યું છે લિસ્ટ


આ વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતમાં ભાગળ વિસ્તારમાં રહેતો વિધર્મી શોહેબ સ્કૂલ સમયે વેસુ ખાતે રહેતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. દરમિયાન શોહેબેએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. વિધર્મી શોહેબે યુવતીને લચાવી તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન દરમિયાન યુવતીને હિંદુ ધર્મના રિવાજ પ્રમાણે જ રહેવા માટે બહેદારી આપી હતી. પરંતુ લગ્નના થોડા સમય બાદ વિધર્મીએ યુવતીને ઇસ્લામ ધર્મના રીતિ રિવાજ પ્રમાણે રહેવા મજબૂર કરતો હતો. એટલું જ નહીં એક વખત તો શોહેબે યુવતીને ગોમાસ ખાવા માટે મજબૂર કરતો હતો. યુવતીએ વિરોધ કરતા તેની સાથે તકરાર કરી હતી. સાથે જ દરગાહમાં પણ લઈ ગયો હતો.


મુસાફરે 650 ફૂટની ઊંચાઈએ ખોલી નાખ્યો ફ્લાઈટનો ઈમરજન્સી ગેટ, પછી જે થયું... જુઓ Video


વિધર્મીએ યુવતીને ધમકી આપી હતી કે 'જો તારે મારી સાથે રહેવું હોય તો તને બુરખો પહેરવો પડશે અને દરગાહમાં પણ આવું પડશે' જે રીતના મારા મુસ્લિમ ધર્મના રિવાજ તે પ્રમાણે 'તારે મારી સાથે જીવન વિતાવું પડશે અન્યથા હું તને તલાક આપી દઈશ. વિધર્મી શોહેબના ત્રાસથી કંટાળી આખરે યુવતીએ વિશ્વ હિન્દુ પરિષદ સંપર્ક કર્યો હતો અને આ સંસ્થાએ વિધર્મીના ચુંદાલમાંથી યુવતીને છોડાવી હતી. 


PM Kisan: કોણ સાચું ભૂપેન્દ્ર પટેલ સરકાર કે મોદી સરકાર, આંકડામાં રાત-દિવસનો તફાવત