Video: મુસાફરે 650 ફૂટની ઊંચાઈએ ખોલી નાખ્યો ફ્લાઈટનો ઈમરજન્સી ગેટ, બેભાન થવા લાગ્યા લોકો

દક્ષિણ કોરિયાની એશિયાના એરલાઈન્સની એક ફ્લાઈટમાં એક મુસાફરે વિમાન હવામાં હતું ત્યારે જ તેનો ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી નાખ્યો. આ ઘટના લેન્ડિંગના થોડા સમય પહેલા ઘટી. તે સમયે ફ્લાઈટ લગભગ 650 ફૂટની ઊંચાઈ પર હતી. મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે.

Video: મુસાફરે 650 ફૂટની ઊંચાઈએ ખોલી નાખ્યો ફ્લાઈટનો ઈમરજન્સી ગેટ, બેભાન થવા લાગ્યા લોકો

દક્ષિણ કોરિયાની એશિયાના એરલાઈન્સની એક ફ્લાઈટમાં એક મુસાફરે વિમાન હવામાં હતું ત્યારે જ તેનો ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી નાખ્યો. આ ઘટના લેન્ડિંગના થોડા સમય પહેલા ઘટી. તે સમયે ફ્લાઈટ લગભગ 650 ફૂટની ઊંચાઈ પર હતી. મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે. એશિયાના એરલાઈન્સ આ મામલે તપાસ કરી રહી છે. 

સમાચાર એજન્સી AFP ના રિપોર્ટ મુજબ આ ઘટના શુક્રવારની છે. એરબસ A321-200 માં 6 ક્રૂ મેમ્બર્સ અને 194 મુસાફરો સવાર હતા. આ ડોમેસ્ટિક ફ્લાઈટ રાજધાની સિયોલથી લગભગ 240 કિમી દક્ષિણ-પૂર્વાં ડેગૂ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. રિપોર્ટ મુજબ જ્યારે ફ્લાઈટ હવામાં લગભગ 200 મીટર (650 ફૂટ)ની ઊંચાઈ પર હતી ત્યારે તેના ઈમરજન્સી એક્ઝિટ ગેટ પાસે બેઠેલા એક મુસાફરે ગેટ ખોલી નાખ્યો. દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપે જણાવ્યું કે 9 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપે આ ઘટનાનો એક વીડિયો પર શેર કર્યો છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે હવામાં ફ્લાઈટ હતી ત્યારે ઈમરજન્સી ગેટ ખુલવાથી ખુબ પવનથી બધુ અસ્તવ્યસ્ત થવા લાગ્યું. સીટના કવર અને મુસાફરોના વાળ ખુબ ફફડી રહ્યા છે. વસ્તુઓ પડી રહી છે. કેટલાક મુસાફરો ડરથી બૂમો પાડતા પણ જોઈ શકાય છે. 

— On The Wings of Aviation (@OnAviation) May 26, 2023

એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે અચાનક એવું લાગ્યું જાણે ફ્લાઈટમાં ધડાકો થવાનો છે. દરવાજા પાસે બેઠેલા મુસાફરો બેભાન થવા લાગ્યા. કઈ સમજમાં નહતું આવતું. ફ્લાઈટમાં બાળકો પણ જે રડી રહ્યા હતા. 

મુસાફરની ધરપકડ
હવામાં ફ્લાઈટનો દરવાજો ખોલનારા 30 વર્ષના મુસાફરની પોલીસે ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા મુસાફરે આવું કેમ કર્યું? તેની જાણકારી હજુ સામે આવી શકી નથી. એવું કહેવાય છે કે આ ફ્લાઈટમાં 48 એથલીટ પણ હતા. જેઓ નજીકના શહેર ઉલ્સાનમાં એક રાષ્ટ્રીય ખેલ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા હતા. 

એરલાઈન્સનું નિવેદન
એશિયાના એરલાઈન્સનું કહેવું છે કે અચાનક દરવાજો ખુલવાના કારણે કેટલાક મુસાફરોને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ અને લેન્ડિંગ બાદ કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એરલાઈન્સે જાણકારી આપી કે આ ઘટનામાં કોઈ મોટી ઈજા કે ક્ષતિ થઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news