પ્રશાંત ઢીવરે/સુરત: ખટોદરામાં નિવૃત્ત સરકારી કર્મચારીએ સમાજના ટ્રસ્ટમાં લાખો રૂપિયાની ગોબાચારી આચરી હોવાનું સામે આવ્યું છે. સબજેલ પાસે આવેલી મૈસુરિયા-ભાટિયા-નાયીપંચ ટ્રસ્ટમાં નિવૃત્ત સરકારી કર્મચારી પ્રકાશ મૈસુરિયા તરીકે હતા. દરમિયાન તેમના પુત્ર સાથે ટ્રસ્ટના ભંડોળમાંથી 2.45 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. પોલીસે બાપ દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધી દીકરાની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં બની રહી છે મજબૂત સિસ્ટમ! આ મહિનામાં ફરી ચક્રવાતની આગાહી, પડશે ભારે વરસાદ


સુરત શહેરના સબજેલ પાસે આવેલ મૈસુરિયા-ભાટિયા-નાયીપંચ ટ્રસ્ટ આવેલી છે. 2020માં R&B વિભાગમાંથી નિવૃત થયેલા પ્રકાશ હસમુખ મૈસુરિયાને આ ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા. તેઓ ઉપપ્રમુખ હોવા છતાં પણ ટ્રસ્ટમાં ખજાનચીનું કાર્ય સંભાળવા લાગ્યા હતા. થોડાક સમય પહેલાં હિસાબમાં ગોટાળાને લઇને ટ્રસ્ટની મિટિંગ મળી હતી અને ઉપપ્રમુખ, ખજાનચી સહિતના કેટલાક હોદ્દેદારોને બરતરફ કરવામાં આવ્યા હતા. 


'ભારત-ફ્રાન્સ વિકાસના નવા રેકોર્ડ બનાવશે', રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પીએમ મોદીની બેઠક


ઉપપ્રમુખ પ્રકાશ મૈસુરિયા તથા તેમના પુત્ર દ્વારા ટ્રસ્ટ દ્વારા રાહતદરે જે નોટબુક વિતરણ કરાઇ હતી. તેના નાણાં, ખોટી રીતે ભંડારામાં કરિયાણું મંગાવ્યાનું બિલ, દાનપેટીનામાં રૂપિયા, એ.સી.ની ઉઘરાણીના તથા સમાજની વાડીના હિસાબ મળી કુલ 2.45 લાખ રૂપિયાની ગરબડી કરી હોવાના આક્ષેપો સમાજના હાલના પ્રમુખ સહિત સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા છે. 


PM Kisan: ખેડૂતો માટે જરૂરી સૂચના, ફટાફટ કરો આ કામ, બાકી અટકી જશે પૈસા


હાલના પ્રમુખે ખટોદરા પોલીસ મથકમાં પૂર્વ સરકારી કર્મચારી અને પૂર્વ મૈસુરિયા-ભાટિયા-નાયીપંચ ટ્રસ્ટ પ્રમુખ સામે ખટોધરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તે ફરિયાદમાં જણાવ્યું છે કે મૈસુરિયા-ભાટિયા-નાયીપંચ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ પ્રકાશ મૈસુરિયા દ્વારા ટ્રસ્ટ દ્વારા રાહતદરે જે નોટબુક વિતરણ કરાઇ હતી તેના નાણાં, ખોટી રીતે ભંડારામાં કરિયાણું મંગાવ્યાનું બિલ, દાનપેટીનામાં રૂપિયા, એ. સી.ની ઉઘરાણીના તથા સમાજની વાડીના હિસાબ મળી કુલ ૨.૪૫ લાખ રૂપિયાની ગરબડી કરી છે.


7 ચોપડી પાસ ખેડૂતે કોઠાસૂઝથી એન્જિનિયપને શરમાવે તેવી શોધ કરી! એવું સાધન બનાવ્યું કે.


વધુમાં જણાવ્યું હતું કે સમાજે તેઓની પાસેથી ટ્રસ્ટના હિસાબ માંગતા તેઓ અને તેમના પુત્ર દ્વારા સમાજના આગેવાનોને ધાકધમકી આપવામાં આવી હતી તેમજ મહિલાઓ સહિત અમારી સાથે અભદ્ર વર્તન કરી ધાક ધમકી આપી હતી. હાલ તો સમગ્ર મામલે ખટોદરા પોલીસે ગુનામાં.સામેલ ઉપપ્રમુખ પ્રકાશ મૈસુરિયાના પુત્રની ધરપકડ કરી છે સાથે જ આરોપી પ્રકાશ મૈસુરિયા વિરુદ્ધ ગુનો નોંધી પકડી પાડવા કવાયત હાથ ધરી છે. 


બાઈકથી ફટાકડા ફોડી શોબાજી કરનારાઓની હવે ખૈર નથી, ઝડપાયા તો નહીં ચાલે કોઈની ઓળખાણ