પ્રશાંત ઢીવરે/સુરત:સુરતના લસકાણા વિસ્તારમા ટામેટા માંગવના સામાન્ય ઝઘડામાં બે પડોશીનો ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં એક પડોશીએ બીજા પડોશીને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે પડોશીનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાને પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પાડોશીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી વિનાશક ભૂકંપની યાદ તાજી થઈ! કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ, લોકો બધું મૂકી દોડ્યાં!


સુરતના લસકાણા વિસ્તારમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. માત્ર ટામેટા માંગવાની બાબતમાં જ બંને પાડોશીઓ જગડ્યા હતા.. અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપધારણ કરી લીધું હતું જેમાં ટામેટા માંગવા આવનાર યુવકને ચપ્પુ ના ઘા મારી દેતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો.મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડાની રૂમમાં રહેતા 40 વર્ષીય બિઘાધરા પાંડવ શ્યામલ 26મી રાત્રે તેના પડોશી કાળુગુરુ સંતોષગુરુ સાથે ઝઘડો થયો હતો. 


આ સમાચાર તમે વાંચ્યા કે નહીં? કોંગ્રેસને ફરી ઝટકો, 2 દિગ્ગજ હોદ્દેદારોનું રાજીનામું


આ ઝઘડામાં હત્યારાએ ચપ્પુના બે ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે પાડોશી બિઘાધરાનું ઘટના સ્થળે મોત થયું હતું. બિધાધરા અને કાલુગુરુ બને પાડોશી હતા..જે દરમ્યાન બીધાધરાના ઘરે રાત્રીના સમયે મહેમાન આવ્યા હતા. જેથી પાડોશમાં રહેતા કાલુરામને ત્યાં ટામેટા માંગવા ગયો હતો. જોકે રાત્રીના સમયે કાલુગુરુ પોતાના ઘરનો દરવાજો નહીં ખોલતા બીધાધરા ત્યાંથી પરત આવી ગયો હતો.


ક્યારેય નહીં જોયો હોય અમિતાભ બચ્ચનનો આવો અંદાજ, ફેન્સે આપ્યા રસપ્રદ રિએક્શન


જોકે ત્યારબાદ સવારે રાત્રીના સમયે દરવાજો નહીં ખોલવા બાબતે બીધાધરા અને કાલુગુરુ વચ્ચે બોલાચાલી થઈ હતી. કાલુગુરુએ બીધાધરાને ટામેટા માંગવા કેમ આવ્યો તેવુ કહી રકઝક કરી હતી. તે દરમ્યાન આવેશમાં આવી કાલુગુરુએ બીધાધરાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું. ગંભીર ઇજાના પગલે બીધાધરાને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. 


આ પફ ખાશો તો દાંત તૂટી જશે, મોરબીમા પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો જાડો સ્ક્રુ નીકળ્યો


મહત્વનું છે કે હત્યારો કાલુગુરુ પોતે પણ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો છે. મૃતક અને હત્યારો બન્ને સંચા મશીનમાં મજૂરીકામ કરતા હતા. હત્યાને પગલે સરથાણા પોલીસે હત્યારા કાળુગુરુ સંતોષગુરુને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 


જલદી કરો, અયોધ્યામાં બંપર નોકરીઓ! રામ મંદિર બનતા જ આ ક્ષેત્રે..