ગુજરાતમાં ફરી વિનાશક ભૂકંપની યાદ તાજી થઈ! કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપ, લોકો બધું મૂકી ફરી દોડ્યાં
કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4ની નોંધાઈ છે. આ ભૂકંપમાં 4.45 કલાકે અનુભવાયો હોવાની માહિતી છે. ભચાઉથી 21 કિ.મી નોર્થ નોર્થ ઇસ્ટ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. જેની અસર કચ્છમાં પણ થઈ છે, ભચાઉમાં સૌથી વધુ ભૂકંપનો આચંકો અનુભવાયો છે.
Trending Photos
ઝી બ્યુરો/કચ્છ: કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ભુજમાં 4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હોવાની માહિતી મળી રહી છે. ગાંધીધામથી 7 કિ. મી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. કચ્છમાં 4ની તીવ્રતાના મોટા ભૂકંપથી અનેક લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આ સાથે જ ફરી એકવાર જાન્યુઆરી મહિનામાં જ ભૂકંપ આવતા 26 જાન્યુઆરી 2001નાં આવેલા ભૂકંપની યાદ તાજી થઈ હતી. ભૂકંપની 23મી વરસીએ આવેલા ભયંકર ભૂકંપની યાદ આજે પણ કચ્છવાસીઓને ધ્રુજાવી મુકે છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, કચ્છની ધરા ધરતીકંપથી ધ્રુજી ઉઠી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4ની નોંધાઈ છે. આ ભૂકંપમાં 4.45 કલાકે અનુભવાયો હોવાની માહિતી છે. ભચાઉથી 21 કિ.મી નોર્થ નોર્થ ઇસ્ટ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. જેની અસર કચ્છમાં પણ થઈ છે, ભચાઉમાં સૌથી વધુ ભૂકંપનો આચંકો અનુભવાયો છે.
કચ્છના ભચાઉ, નેર બંધડી, કડોલ સહિતના ગામોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભૂકંપની તીવ્રતા એટલી હતી કે, છતના નળિયા હલ્યા, વાસણો પડી ગયા અને લોકો ગભરાઇને ઘર અને ઓફિસની બહાર દોડી નીકળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે