સુરતમાં મનપાના ગાર્ડનમાં લોકોની નહીં અસામાજિક તત્વોની થાય છે જમાવટ, આ સાધનોની થઈ ચુકી છે ચોરી
સુરત શહેરના પાંડેસરા,ડીંડોલી,લીંબાયત જેવા વિસ્તારોમાં અસમાજીક તત્વોનો કહેર હંમેશા જોવા મળતા હોય છે. ત્યારે પાંડેસરામાં તો અસામાજિક તત્વોએ હદ જ વટાવી દીધી છે.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલ સુરત મહાનગરપાલિકાનું ગાર્ડનમાં આસામાજિક તત્ત્વો માટે નો અડ્ડો બની ગયો છે. આ ગાર્ડનમાં લોકો નહીં પરંતુ અસામાજિક તત્વોનું સાંજે જમાવટ થાય છે.ત્યારે મહત્વની વાત એ છે કે ગાર્ડનમાં લગાવેલા સ્ટ્રીટ લાઈટ, LED લાઇટઓ સહિત ગાર્ડનમાં રહેલ સાધનો અસામાજિક તત્વો ચોરીને લઈ ગયા છે.જ્યારે સાંજના સમયે છેલ્લા કેટલાક સમયથી અંધારું હોય છે અને સામાજિક તત્વો અહીં દારૂની મહેફિલ માનતા હોય છે.
અ'વાદમાં ઇદ-એ-મિલાદનો તહેવાર 28મીએ ઉજવાશે પણ જુલૂસ નહીં નીકળે, લેવાયો આ મોટો નિર્ણય
સુરત શહેરના પાંડેસરા,ડીંડોલી,લીંબાયત જેવા વિસ્તારોમાં અસમાજીક તત્વોનો કહેર હંમેશા જોવા મળતા હોય છે. ત્યારે પાંડેસરામાં તો અસામાજિક તત્વોએ હદ જ વટાવી દીધી છે.મહાનગરપાલિકાએ શહેરીજનો માટે બનાવેલ ગાર્ડનને અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. ભેસ્તાન ગુરુકૃપા ઇન્ડસ્ટ્રી પાસે આવેલ મહાનગરપાલિકાનું ગાર્ડન છે.ગાર્ડનમાં લગાવેલા તમામ સ્ટ્રીટ લાઈતો, LED લાઇટઓ અસામાજિકત્વ ચોરીને લઈ ગયા છે એટલું જ નહીં ગાર્ડનમાં રહેલ મોટા ભાગના સાધનો પણ ચોરી કરીને ફરાર થઈ ગયા છે. ગાર્ડનમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં છે.
નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે આવેલા પૂર મુદ્દે મોટો ખુલાસા, જાણો કેમ છોડાયું
એટલું જ નહીં લાઈટ ચોરી થવાના કારણે છેલ્લા કેટલાક સમયથી અહીં અંધારું હોય છે. જેને લઈને ગાર્ડનમાં લોકો નહીં,પરંતુ અસામાજિક તત્વોની જમાવટ થાય છે અને સાંજે દારૂ અને ગાંજાની મેફીલ બેસે છે. મહાનગરપાલિકાએ દિવસમાં સિક્યુરિટી ગાર્ડ તો મૂકી દીધા છે. પરંતુ સિક્યુરિટી ગાર્ડને અસામાજિક તત્વો ગાંઠતા નથી, બિન્દાસ સિક્યુરિટી ગાર્ડને ધમકી આપીને દારૂની બોટલ સાથે મહેફિલ માનતા હોય છે.
ભક્તો માટે મોહનથાળ બનાવવાની કામગીરી શરૂ; 40 લાખ બોક્સ બનાવાશે, આ રીતે બને છે પ્રસાદ
રાત્રિ દરમિયાન કોઇ પણ સિક્યુરિટી ગાર્ડ ન હોવાથી અને બીજી બાજુ લાઈટ ના પોલ બંધ હોવાના કારણે મોટી સંખ્યામાં અહીં સાંજે અસામાજિક તત્વો દારૂ ગાંજાનો સેવન કરવાની સાથે ગેરપ્રવૃતિઓ કરતા હોય છે. જેને લઈને ગાર્ડનની બાજુમાં આવેલ કારખાનેદારો સહિત સ્થાનિકો પરેશાન છે. કારખાનામાં કામ કરવા આવતી મહિલાઓ પોતાને સુરક્ષિત મહેસુસ કરતી નથી. થોડા દિવસ પહેલા જ ગાર્ડનમાં અહીં દારૂની મહેફિલ માની રહેલા ઈસમો વચ્ચે અંદર અંદર સામાન્ય બાબતે બોલાચાલતા લાકડાના ફટકા વડે હુમલો કરી ગાર્ડનમાં જ એક ઇસમની ની હત્યા કરી નાખી હતી.
દિવાળીની તૈયારી શરૂ! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત તરફના વતનીઓ આનંદો! સુરત ST વિભાગે કર્યું
હાલ સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ મહાનગરપાલિકાના કર્મચારીઓને તપાસ કરવા આદેશ આપી દીધા છે. તેમજ તપાસ કર્યા બાદ અસામાજિક તત્વો પર પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે એવું જણાવી રહ્યા છે. પરંતુ મહત્વની વાત છે કે મહાનગરપાલિકા એ જ મુકેલા સિક્યુરિટી ગાર્ડ એ લાઇટ ના પોલ ની ચોરી સહિત અસામાજિક પ્રવૃત્તિ વિશે મહાનગરપાલિકાને ફરિયાદ કરી હતી . ફરિયાદ કરવાનું ના મહિનો વીતી ગયા સુધી મહાનગરપાલિકાએ કોઈ યોગ્ય કાર્યવાહી કરી નહીં હતી.
ગુજરાતના ખેડૂતો થશે માલામાલ! ફેંકી દેવાતા ફળોના છોતરામાંથી ખેડૂતો મેળવી શકે છે આવક
મહત્વની વાત એ છે કે ગાર્ડનની આજુબાજુમાં મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે.અને તેમજ આ ઇન્ડસ્ટ્રીન ગાર્ડનથી 500 મીટરમાં જ ઉધાનાં ઝોનનું સૌથી મોટું ભેસ્તાન ગાર્ડન મહાનગરપાલિકાએ બનાવેલું છે. ત્યારે આ ઇન્ડસ્ટ્રી ની અંદર મહાનગરપાલિકાને અન્ય બીજું ગાર્ડન બનાવવાની જરૂર.જો ગાર્ડન બનાવી દીધો તો મેન્ટેનન્સ કે કોઈ યોગ્ય સિક્યુરિટીની વ્યવસ્થા કેમ રાખવામાં નહીં આવતી.
ગુજરાતમાં એક નહીં, બે-બે વાવાઝોડાનો ખતરો, 2018 જેટલું હશે ખતરનાક, જાણો ક્યારે આવશે
જ્યારે મહાનગરપાલિકાની નબળાઈના કારણે આ ગાર્ડનમાં સામાજિક તત્વો ગેરપ્રવૃતિઓ કરી રહ્યા છે.અને લોકોમાં ભય બનાવી રહ્યા છે. પોલીસની કામગીરી પર પણ ઉભો થઈ રહ્યો છે. હવે જોવું એ રહ્યું સુરત મહાનગરપાલિકા યોગ્ય કાર્યવાહી કરી આ ગાર્ડનમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ ક્યારે બંધ કરશે.
અડધીરાત્રે ખેલાયો ખૂની ખેલ! આધેડની છરીના ઘા ઝિંકી હત્યા, જાણો શું છે મોતનું કારણ?